હાલ શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઇ ચુકી છે એવામાં લોકો પોતાના શરીરને ગરમ રાખવા માટે અનેક ઉકાળા તથા ગરમ વસ્તુ ખાવાની પણ શરૂઆત કરી દીધી છે, એટલું જ નહીં લોકો વોકિંગ તથા રનિંગ પણ શરૂ કરી દીધું છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખાસ વાત વિશે જણાવાના છીએ જેને લઈને અનેક લોકો અજાણ જ હશે, મિત્રો તમને ખબર જ હશે કે શિયાળાની અંદર દરેક લોકો ગરમ પાણીથી જ નાહતા હોય છે પણ શું તમને ખબર છે કે આના અનેક ગેરફાયદા પણ રહેલા છે.
ગરમ પાણીથી નાવાથી શરીરને અનેક નુકશાન થઇ શકે છે તેવું ડોકટરોનું પણ કેહવું છે આથી જ આજના આ લેખના માધ્યમથી અમે ગરમ પાણીથી નાવાથી થતા ગેરફાયદા વિશે જ જણાવાના છીએ. તામ તો ગરમ પાણીથી નાવાથી શરીરની મોટો મોટો થાકડો પણ દૂર થઇ જતો હોય છે પરંતુ તેના ફેરફાયદા પણ ખુબ જ વધારે રહેલા છે.
ડોકટરો તથા એક્સપર્ટનું માનીએ તો તેઓનું કેહવું છે કે ગરમ પાણીને લીધે કીરેટીન કોશિકાએ ડેમેજ થઇ શકે છે, એટલું જ નહીં જો વધારે પડતા ગરમ પાણીથી ન્હાવામાં આવે તો ત્વચા મોઇચોરાઇઝર ખતમ થઇ શકે છે અને ચામડીની ચમક પણ ઓછી થઇ શકે છે,રોજબરોજ ગરમ પાણીથી નાવાથી ચામડીની રેશેજ, એગ્જીમા,પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થઇ શકે છે, ગરમ પાણીથી ન્હાવાથી ચામડીના છિદ્રો પણ વધી જાય છે જેને લઈને મોઢામાં ધૂળ ચોંટી જ રહે છે.
ગરમ પાણીથી નાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખુબ વધી જાય છે જેને લીધે બ્લડ સર્ક્યુલેશનની અનેક સમસ્યાઓ ઉદભવે છે, વધારે પડતા ગરમ પાણીથી નાહવાથી શરીરની રેડનેસ તથા રેશેજ જેવી સમસ્યા ઉદભવી શકે છે.
આ બધી માહિતી ઓનલાઈન કેટલાક સોર્સ ધ્વારા લેવામાં આવી છે આમાં કેટલી સચ્ચાઈ છે એના કોઈ પુરાવા અમારી પાસે નથી આથી ગરમ પાણીથી નહાવાથી ડરવાની કોઈ જરૂર નથી આખી દુનિયા માં દરેક જગાએ શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે છે એટ્લે ડરવાની ખરેખર કોઈ જરૂર નથી તેમ છતાં આના વિષે તમારે વધારે માહિતી જોઈતી હોય તો આ ફિલ્ડના એક્ષ્પેર્ટની રાય તમે લઈ શકો છો.