કહેવાય છેકે એક વાર્તાનો જીવ તેના પાત્રોમાં હોય છે જો વાર્તાના પાત્રો તેની સાથે બંધબેસતા ન લાગે તો લોકોને વાર્તામાં રસ ન પડે ફિલ્મોની વાત કરીએ તો બોલિવુડમાં ઘણી ફિલ્મો એવી છે જેમાં કહાની અને પાત્રોમાં કોઈ મેળ ન બેસતો હોય.
આવી જ એક ફિલ્મ છે પૃથ્વીરાજ ચૌહાણ પાછલા કેટલાક મહિનાથી અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ અંગે તેના રીલિઝ પહેલા અને રીલિઝ બાદ પણ તેમના પાત્ર અંગે નિંદા કરવામાં આવી હતી લોકોનું કહેવું હતું કે અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં બિલકુલ પણ બંધબેસતા ન હતા.
તેમની મૂછ અને વાળ બધું જ નકલી હતું જોકે આ અંગે અભિનેતા મુકેશ ખન્નાએ પણ પોતાનો મત રજૂ કર્યો હતો મુકેશ ખન્નાએ લોકોની વાતનું સમર્થન કરતા કહ્યું કે ફિલ્મ બનાવતા પહેલા પાત્ર અંગે વિચારવું જોઈએ તેમને કહ્યું.
પૃથ્વીરાજ જેવી ફિલ્મ માટે કોઈ ભરાવદાર રાજાના પાત્રને શોભે તેવો ચહેરો લેવો જોઈએ આ ઉપરાંત તેમને કહ્યું કે ફિલ્મ ૪૦ દિવસમાં ન બની શકે.પૌરાણિક કથા, ઇતિહાસ પર ફિલ્મ સમય લઈને શાંતિથી બનાવવી જોઈએ.
આ માટે ડિસ્ટ્રીબ્યુટરએ પણ પ્રોડ્યુસર સાથે કમાન લેવી જોઈએ તેમને ફિલ્મ શાંતિથી બનાવવા સાથ આપવો જોઈએ મુકેશ ખન્નાએ કહ્યું કે મહાભારતમાં જ ૧૦૦૦ જેટલી વાર્તા મળી જશે જેના પર ફિલ્મ બનાવી શકાય.પણ બોલિવુડમાં કોઈ પાસે એ જોવાનો સમય નથી.