Cli

ચોમાસું આગળ વધ્યું? ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ચોમાસું ક્યાં રોકાઈ ગયું છે ક્યાં રહી ગયું છે અને કેટલા દિવસમાં ગુજરાતમાં પ્રવેશ છે કે પછી ઓફિસિયલી વિધિવત રીતના ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે છે આ વિષય પર વાત કરવી છે પણ એ ચોમાસા પહેલા પ્રી મોન્સુનના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે ગઈ કાલે પણ અમદાવાદ અને અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદ પડ્યો છે વરસાદી ઝાપટા પડ્યા છે. વીજળી દેખાતી હશે ગાજવીજ સાથે વરસાદ પડે છે

. પવન ભારે પુકાવાની સંભાવના છે કારણ કે સતત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ જે છે એ પસાર થઈ રહ્યા છે. પહેલા તો ક્યાં વરસાદ પડવાનો છે એની વાત કરીએ એના પછી ચોમાસુ ક્યાં પહોંચ્યું છે એ વાત પણ કરીએ. અત્યારે તમે જુઓ કે આજની સ્થિતિ સૌરાષ્ટ્રના ભાગોમાં કચ્છના ભાગમાં સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી સંભાવના છે. સાથે જ મધ્ય અને ઉત્તરના ભાગોમાં પણ થોડો થોડો વરસાદ પડશે. છૂટો છવા વરસાદ હશે. આજ સાંજ સુધીમાં અમદાવાદ અને બીજા બધા વિસ્તારોમાં સારો વરસાદ પડે એવી સંભાવનાઓ છે એટલે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રી મોન્સુનના ભાગરૂપે પણ ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે 19 તારીખે પણ સ્થિતિ રહેવાની છે

19 તારીખે તમે જુઓ કે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે શાંત સુધીમાં વરસાદ પડી જશે એટલે 19 તારીખે અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના રાજકોટ વડોદરા બાજુ વિસ્તારમાં સાથે જ આ બાજુ વેરાવળ વાળો પટ્ટો છે એ એટલે અમદાવાદથી લઈને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને ભાવનગરમાં ગાજવીજ સાથે વધારે વરસાદ પડે એવી સંભાવના છે. સાથે જ મહુવા અમરેલીના વિસ્તારોમાં વધારે વરસાદ પડે એવી સંભાવના છે જૂનાગઢ, માધવપુર, વેરાવળ, પોરબંદર, આ બાજુ દ્વારકા આ બધા જ વિસ્તારોમાં મોરબીમાં વરસાદ પડશે. અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. સુરત, વલસાડ, ડાંગ, નવસારી આ વિસ્તારમાં વરસાદની સંભાવના છે. એટલે 19 તારીખે આ સ્થિતિ રહેવાની છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી પ્રી મોન્સુનના ભાગરૂપે વરસાદ પડવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમો જે

પાકિસ્તાન તરફથી રાજસ્થાન તરફ થઈ અને પછી મધ્યપ્રદેશ તરફ આવી રહી છે એની આ અસરો છે. બંગાળની ખાડીમાં અલગ અલગ સિસ્ટમ બને છે જેના કારણે તમે જુઓ કે બંગાળની ખાડી અને આ બાજુ વિશાખાપટ્ટનમથી લઈને ભુવનેશ્વરના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. ધીરે ધીરે ફરીથી ચોમાસુ જે છે એ આગળ વધે એવી સંભાવનાઓ છે. આગામી 24 કલાકની અંદર એમાં હલચલ થશે. ચોમાસુ ધીરે ધીરે આગળ વધશે. ગુજરાતમાં હજુ ચોમાસુ થોડુંક દૂર છે કારણ કે મહારાષ્ટ્રના અડધા ભાગમાં પણ હજી ચોમાસુ પહોંચ્યું નથી. મહારાષ્ટ્ર આખું કવર થાય અને પછી ગુજરાતના દક્ષિણથી ચોમાસાનો પ્રવેશ થાય છે એટલે હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ સુધી આપણે ચોમાસાની રાહ જોવાની રહી છે અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે તમે જુઓ કે આ 22 તારીખ સુધીમાં આખો દરિયાકાંઠાનો પટ્ટો સક્રિય થઈ જશે એટલે દરિયાકાંઠા અરબી સમુદ્રથી લઈ અને નીચે તમે જુઓ કે કર્ણાટકથી કેરળથી લઈ અને પછી મહારાષ્ટ્ર અને ગુજરાતને બધી જ જગ્યાએ ભારે વરસાદ બતાવી રહ્યા છે 20 તારીખથી એક વરસાદ નો રાઉન્ડ મજબૂત શરૂ થશે એવી આગાહી કરવામાં આવી છે અને 22 23 તારીખે તમે જુઓ કે ગુજરાતના દક્ષિણના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે મહારાષ્ટ્રમાં ફરીથી ચોમાસુ એટલું એક્ટિવ થઈ જશે અને પછી જુઓ તમે કે આખા મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ બતાવી રહ્યા છે ધમધોકાર વરસાદ પડવાનો છે આપણા મધ્યના ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં પણ એની અસર થશે એટલે 22 23 20 તારીખથી મોટા ભાગે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગ શું કહે છે કે ચોમાસું આપણું ક્યાં પહોંચ્યું છે તો આ જે મેપ જે છે એમાં હજુ સુધી

અપડેટ નથી કરવામાં આવી 8 તારીખ થી 15 તારીખ સુધીમાં એ મહારાષ્ટ્રનો જેટલો ભાગ કવર કર્યો હતો મહારાષ્ટ્રના આટલા વિસ્તારમાં અને કોકણ પ્રદેશ સુધી ચોમાસુ પહોંચ્યું હતું પછી ત્યાંથી આગળ વધ્યું નથી આજે 18 તારીખ થઈ છે અને ચોમાસુ હવે ક્યારે પ્રવેશ છે એની રાહ બધા જ જોઈ રહ્યા છે. જલ્દી ચોમાસુ પ્રવેશ છે આ વખતે ચોમાસુ જેમ જ એન્ટ્રી કરશે ગુજરાતમાં એમ દક્ષિણ ગુજરાત અને સાથે દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોને પણ એમાં સમાવી લેશે એટલે પહેલો વરસાદ જે પડશે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પડે તેવી સંભાવનાઓ છે હજુ તો ચોમાસુ આપણા ગુજરાતની નજીક નથી મહારાષ્ટ્રમાં અટવાયેલું એ ચોમાસુ ધીરે ધીરે આગળ વધે એવી સંભાવના છે 20 તારીખથી એમ મજબૂતાઈથી થોડી એમાં હલચલ દેખાઈ રહી એટલે અરબી સમુદ્રના આખા દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *