Cli
અમદાવાદ ની મેચમાં બોલી શોધીને રાતો રાત સેલિબ્રિટી બની ગયેલ મોહીત ચાવડા, ક્રિકેટર પણ હસવા લાગ્યા હતા...

અમદાવાદ ની મેચમાં બોલી શોધીને રાતો રાત સેલિબ્રિટી બની ગયેલ મોહીત ચાવડા, ક્રિકેટર પણ હસવા લાગ્યા હતા…

Breaking

ઘણીવાર ટેસ્ટ મેચ લોકો ખૂબ ઓછી જોવી પસંદ કરતા હોય છે પરંતુ તાજેતરમાં અમદાવાદમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ ગુજરાતી યુવક માટે જીવનની ખૂબ મોટી ઘટના સાબિત થઈ હતી ગીર સોમનાથ નો વતની સિવીલ બીજે મેડીકલ કોલેજ માં ઈન્ટર્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા મોહીત ચાવડા.

આ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડીયમ માં બેઠેલા હતા આ દરમિયાન 10 મી ઓવર નો પહેલો બોલ ફેંકાયો ઓસ્ટ્રેલિયન બોલર નેથન લાયરે બોલ ફેંક્યો અને શુભમન ગીલે સ્ટેટ માં સિક્સર ફટકારી અને જ્યાં બોલ પડ્યો ત્યાં સાઈડ સ્ક્રીન માટે સફેદ કપડાથી ઢાંકવામાં આવેલું હતું જેના કારણે બોલ ત્યાં ગુમ થઈ ગયો હતો.

આ સમયે બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરતો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા બોલ શોધવા માટે મોહીત ચાવડા ને ઈસારો કર્યો‌ તો મોહીત ચાવડા ત્યાં જતાં સિક્યુરિટી એ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ક્રિકેટરે કહેતા તેને જવા દેવામાં આવ્યો આ સમય તેને બોલ શોધવાનું પ્રયત્ન કર્યો પરંતુ બોલના મળતા તેના હાથ ઊંચો કરી અને.

જણાવ્યું કે બોલ નથી મળતો આ સમયે રવી શાસ્ત્રી કોમેન્ટ્રી આપી રહ્યા હતા અને કેમેરા તમામ મોહીત ચાવડા ના પર ફોકસ હતા અને કોમેન્ટ્રી પણ મોહીત ચાવડા પર થઈ રહી હતી મોહિત ચાવડા નું આ દરમિયાન સેન્ડલ ગુમ થઈ જતા તે સેન્ડલ શોધવા માટે ફરી તે જગ્યાએ ગયો અને ત્યાં તેને બોલ મળી જતા તેને બે ઉંચા હાથ કરી અને.

ખૂબ જ ખુશીથી જણાવ્યું કે બોલ મને મળી ગયો છે એમ્પાયર અને ક્રિકેટર તરફ ઈસારો કરતા મોહીત ચાવડા ની ખુશી તેનો ઉમંગ જોતા રવી શાસ્ત્રી પણ સતત તેના પર કોમેન્ટ્રી આપી રહ્યા હતા અને ટીવી સ્ક્રીન પર મોહિત ચાવડા ને દેખાડવામાં આવી રહ્યો હતો આ દરમિયાન સ્ટેડિયમમાં રમતા તમામ ક્રિકેટરોની નજર મોહિત ચાવડા પર હતી.

અને તમામ હસી અને જોઈ રહ્યા હતા બોલ ના મળતા બીજો બોલ લાવવાની વાતચીત ચાલી રહી હતી એ દરમિયાન જ મોહિત ચાવડાએ ખોવાયેલો બોલ શોધી અને બે હાથ ઊંચા કરીને જણાવ્યું હતું કે બોલ મને મળી ગયો છે પરંતુ તેને એ સમયે એવી ખબર નહોતી કે તેના પર તમામ કેમેરા ફોકસ છે અને કોમેન્ટ્રી પણ તેના બોલ શોધવા પર થઈ રહી છે.

સ્ટેડિયમમાં એક અનોખો આનંદ જોવા મળ્યો હતો. લોકોની તમામ નજર મોહિત ચાવડા પર હતી અને મોહિત ચાવડા એક સેલિબ્રિટી બની ચૂક્યો હતો તેને એ વાતનો ખ્યાલ નહોતો કે તે આ ઘટના બાદ શું અસર પહોંચશે તેના પર કોલ આવવાના શરૂ થઈ ગયા. મેસેજ આવવાના શરૂ થઈ ગયા અને તેની.

માતાનો કોલ આવ્યો કે તું શું કરવા ત્યાં ગયો હતો બોલ શોધવા અમને કેટલા કોલ આવે છે મોહિત ચાવડાએ જણાવ્યું હતું કે એમાં કોઈ રિસ્ક વાળુ કામ નહોતું ત્યારબાદ માતાને હાશકારો થયો હતો મોહિત ચાવડા જ્યારે પોતાની હોસ્ટેલ પરત ફર્યો ત્યારે તેનું ફુલો થી સ્વાગત કરવામાં આવ્યું અને.

તેના મિત્રો તેને કોઈ સેલિબ્રિટી હોય તેમ ઢોલ સાથે ફૂલોના હાર લઈને તેને પહેરાવવા માટે પહોંચ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી મોહિત ચાવડાના સગાઓ ના કોલ આવી રહ્યા હતા અને મોહિત ચાવડાના મિત્રોમાં એક અનોખો આનંદ જોવા મળ્યો હતો. મોહિત ચાવડાએ મીડિયા સાથેની.

વાતચીતમાં જણાવ્યું હતું કે રવિ શાસ્ત્રી એ જે મારા પર કોમેન્ટ્રી કરી એ મારા જીવનનો ખૂબ મોટુ ગૌરવ છે સાથે જણાવ્યું કે મને ખબર નહોતી કે મારા પર કેમેરા તમામ ફોકસ છે સ્ક્રીન પર માત્ર મારો ચહેરો દેખાડવામાં આવી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયન તમામ ખેલાડીઓ સાથે ભારતીય ખેલાડીઓ પણ હસતા મોઢે માત્ર મને જ જોઈ રહ્યા હતા.

એ વાતનો મને ખૂબ જ આનંદ છે તો લોકોએ અને મારા મિત્રોએ તો મને સેલિબ્રિટી બનાવી દીધો મારી મમ્મીનો પણ કોલ આવ્યો હતો તેઓ પહેલીવાર ગુસ્સે થયા હતા કે એવું તે શું કામ કર્યું કે તું ટીવી પર દેખાવા લાગ્યો હતો પછી મેં એમને જણાવ્યું કે હું બોલ શોધતો હતો અને એમાં કોઈ રિસ્ક વાળુ કામ નહોતું મમ્મી ત્યારબાદ તેમને શાંતિ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *