હાલમાં થોડા મહિના પહેલા જ દશામાંના વ્રત પૂરા થયા છે એ તો તમે જાણતા જ હશો.દશામાંના ચમત્કાર અને તેમના મહિમાથી કોઈપણ અજાણ નથી.દશામાના ચમત્કારો વિશે અનેક ગુજરાતી ફિલ્મો પણ તમે જોઈ હશે. પરંતુ આજે અમે દશામાંના એક એવા ચમત્કાર વિશે જણાવીશું જે હકીકતમાં બન્યો હોવા છતાં તેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
દશામાંનો આ ચમત્કાર તેમના ગામ મીનાવાડા સાથે સંકળાયેલો છે.જાણકારી અનુસાર દશામાએ પોતાના આ ગામમાં એક નાનકડી ભેંસ ચરવતી દીકરીની મદદ કરવા સાક્ષાત્ પરચા પૂર્યા હતા. જે બાદથી જ મીનાવડામાં તેમનુ મંદિર બનાવવામાં આવ્યું હતું.
જાણકારી અનુસાર ગામમાં રહેતા મણીભાઈ ચૌહાણ અને તેમની પત્ની સવિતા બહેનને ત્યાં ત્રણ દીકરી અને એક દીકરો હતા.મણીભાઈ ચૌહાણ દશામાં ના ભક્ત હતા.તેથી તેમને દશામાં ના વ્રતના દિવસોમાં વ્રત લીધું હતું.આ સમયે તેમની મોટી દીકરી શારદાએ ભેંસ ચરાવવા નું કામ પોતાને માથે લીધું હતું.એક દિવસ શારદા ભેંસ ચરાવવા લઈ ગઈ એવામાં એની ભગલી નામની ભેંસ અચાનક જ પાણીમાં ડૂબવા લાગી હતી.

આ જોતા જ શારદાએ દશામાંને પ્રાર્થના કરી.કહેવાય છે કે દશામાં એ સાક્ષાત દર્શન આપી ભગલી ભેંસની રક્ષા કરી હતી.આ ઘટના બાદથી જ મીનાવડામાં દશામાંનો મહિમા વધ્યો.તેમના મંદિરની સ્થાપના થઇ.એટલું જ નહિ આ ઘટના બાદથી જ શારદા દીકરીએ મોહ ત્યાગી મંદિરમાં રહી ભક્તોના દુઃખ દૂર કરવાનો નિર્ણય લીધો.આજે પણ શારદા એટલે કે શારદામાં શરણે આવેલા ભક્તોની મદદ કરે છે.