Cli

મિથુન ચક્રવર્તીને કરોડપતિ બનાવનાર થયા કંગાલ ! ખરાબ હાલત આવતા લોકોની માંગી મદદ…

Bollywood/Entertainment

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં જે વ્યક્તિને મિથુન ચક્રવતીને ઝીરોમાંથી હીરો બનાવ્યો આજે ખુદ તે વ્યક્તિ ઝીરો બની ગયો છે મિથુન ચક્રવર્તીને ડિસ્કો ડાન્સ ફિલ્મ પહેલા ખાસ ઓળખાણ મળી ન હતી પણ જયારે આ ફિલ્મ આવી ત્યારે મિથુન ચક્રવર્તીની કિસ્મત બદલાઈ ગઈ તે ફિલ્મ પછી એમણે સારી લોકપ્રિયતા મેળવી.

ડિસ્કો ડાન્સ ફિલ્મ ડાયરેક્ટર બી સુભાષે બનાવી હતી તે ફિલ્મએ સારી કમાણી કરી હતી એજ ડી સુભાષ અત્યારે આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છે એમની જિંદગી આમતો ચાલી રહી હતી પરંતુ એમની પત્નીને બીમારીથી ઇન્ફેક્શન થતા અત્યારે તેઓ મુંબઈની ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે.

એમની પત્નીને બચાવવા માટે હોસ્પિટલની ફી ત્રીસ લાખ તાત્કાલિક બે દિવસમાં ભરવાની છે પરંતુ એમનાથી થઈ શકે તેમ ન હતી તેથી બી સુભાષ અને એમની પુત્રીએ લોકો પાસે મદદ માંગી છે જેમણે એમની ખાતાની ડિટેલ નાખીને લોકોને મદદ કરવા માટે વિનંતી કરી છેકે એમની પત્ની માટે 30 લાખ રૂપિયાની જુરુર છે,

અત્યાર સુધી ચાર લોકોએ ડોનેટ કર્યું છે જેમાંથી 15 હજાર જેટલી રકમ એકત્રિત થઈ છે જયારે ડી સુભાષને પૂછતાં ત્યારે એમણે કબુલ્યું કે અત્યારે તેઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે સુબાષની અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે હવે એક સમયે ઝીરોમાંથી હીરો બનાવેલ મીથુન ચક્રવર્તી આગળ આવે છેકે નહીં તેવા જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *