કહેવાય છેકે જોડી ઉપરથી બનીને આવે છે કોના લગ્ન કોની સાથે થશે એ પહેલાથી નક્કી હોય છે એવું કહેવાયછે આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે શહીસ્તા અને આસિફના લગ્નએ અહીં ઝૂંપડીમાં રહેવા વાળી એક ગરીબ ઘરની શહીસ્તા અને કરોડપતિ આસિફ ના લગ્નના કિસ્સાની વાત કરી રહ્યા છીએ.
મધ્યપ્રદેશના જાબરા ગામની આ વાત છે ત્યાં અબ્દુલ જબ્બાર અને એમનો પરિવાર બહુ ગરીબી હાલતમાં એમની જિંદગી ગુજારી રહ્યા હતા મિત્રો ગરીબી એટલી ભયાનક હતી કે સવારે જમવાનું મળી જાય તો સાંજના જમવાનું કિં નક્કી નહતું અબ્દુલની એક પુત્રી હતી તેનું નામ શહીસ્તા હતું તે બહુ સારા સ્વભાવની હતી.
અહીં સામે સુકેત ગામના આસિફ નામનો એક યુવાન હતો જેનો પૂરો પરિવાર કરોડપતિ હતો જયારે આસિફના ફોઈ શહીસ્તાના ગામમાં રહેતા હતા જ્યાં શાહિસ્તાને જોતા આંખ મળી ગઈ હતી અને આસિફને શાહિસ્તા પસંદ આવવા લાગી હતી શાહિસ્તા ભલે ગરીબ હતી પરંતુ સારા સ્વભાવની જોઈને આસિફે તેને પસંદ કરી લીધી હતી.
આસિફે પોતાના ઘર વાળાઓને વાત કરતા એમના ઘર વાળા માની ગયા આશીફના ઘર વાળા શહિસ્તાના ઘરે માંગુ લઈને ગયા ત્યારે શાહિસ્તાના ઘરવાળા પહેલા તો ડરી ગયા અને વિચારવા લાગ્યા ક્યાં અમે ગરીબ અને ક્યાં આ કરોડપતિ ક્યાંક આ લોકો કંઈક છેતરવા તો નથી આવ્યાને તેવું વિચારીને પહેલાતો લગ્ન માટે ના પાડી દીધી.
જયારે આસિફના ઘરવાળાએ સત્ય હકીકત સમજાવી અને એમના ઘરમાં શાહિસ્તા જેવી વહુની જરૂર છે તેવું જણાવી અને બંને સામસામે સબંધ નક્કી કર્યા અને થોડા સમય પછી લગ્ન નક્કી કર્યા જેમાં કરોડપતિ આસિફ હેલિકોપ્ટર લઈને શાહિસ્તા જોડે લગ્ન કરવા આવ્યો મિત્રો આ સત્ય ઘટના મધ્યપ્રદેશની છે કહેવાય છેને સારા કર્મ કરો તો કુદરત પણ સાથ આપે છે.