માં એ ઘરની ગૃહિણી કહેવાય છે ગુજરાતીમાં એક કહેવત છે કે “માં તે માં બીજા બધા વગડાના વા” કારણકે ઘરની દરેક વસ્તુની સારસંભાળ માં કરે છે આપણી નાની થી લઈને મોટી વસ્તુની જરૂરિયાત પૂરી પાડે છે માં વગરનું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું બની જાય છે પિતા આપણને કમાઈને આપે છે પરંતુ માં ઘરની દરેક વસ્તુ થી લઈને આપણી મનગમતી દરેક વસ્તુનો ધ્યાન રાખે છે અહીં એક એવી ઘટના તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ જ્યાં માંના ગુજરી ગયા પછી ઘરની સ્થિતિ ખૂબ જ ગંભીર બની આ વાતની જાણ થતાં પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમ તેમના ઘરે પહોંચી અને તેમની મુલાકાત લીધી ત્યાર બાદ તેમની કેટલીક તકલીફો નો સમાધાન લાવ્યો.
પરેશભાઈ પ્રજાપતિના પત્ની એક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા તેમને લીવરની પ્રોબ્લેમ હતી તેથી તે ખૂબ જ ગંભીર અવસ્થામાં હતા અને એક દિવસ એટેક આવતા તેમનું મૃત્યુ થયું તેમના ત્રણ બાળક છે જે ખૂબ જ નાના છે તેમની દેખભાળ કરવા માટે તેમના દાદી તેમની સાથે રહેતા હતા પરંતુ દાદીનું પણ એક મહિનામાં મૃત્યું થયું ત્યારબાદ ઘરની અને દીકરાઓની સંભાળ રાખવાનું બોજો પરેશભાઈ પર આવ્યો.
એક વર્ષથી પરેશભાઈ સવારથી બપોર સુધી ઘરનું કામ કરે ત્યારબાદ છોકરાઓને ઘરમાં તાળુ લગાવીને કામ ઉપર જાય છે જેથી બાળક બહાર ના આવે તે કામ પર જાય ત્યારે તેમનો મન ઘરે જ રહે છે કારણ કે તેમના દિકરા હજુ ખૂબ જ નાના છે તેમને સમજણ નથી તમે સમજી શકો છો કે જો આવી પરિસ્થિતિ આવે તો વ્યક્તિ પર શું વેદના થાય છે પરેશભાઈ ડાયમંડ લગાવવાનું કામ કરે છે તેમને મહિનાના ૬ હજાર મળે છે પરેશભાઈ વધારે ભણ્યા નથી ચાર સુધી ભણ્યા છે અને હવે બધું ઓનલાઈન આવતા છોકરાઓની ભણતર માટે તેમના પાસે ફોન નથી અને તેમને તે ફોન ચલાવતા નથી આવડતું પરંતુ તે મહેનત કરીને તેમના છોકરાઓ માટે ફોન લાવવાનો ઈચ્છતા હતા ત્યારે પોપટભાઈ એ કહ્યું કે તમે ચિંતા ન કરશો અમે તમને ફોનની સુવિધા અમે કરી આપશું.
ત્યારબાદ પરેશભાઈ એ કહ્યું કે મને એક દીકરાને ડૉક્ટરે લઈ જવાનું છે કારણ કે તેની તબિયત સારી નથી ત્યારબાદ પોપટભાઈ પરેશભાઈ સાથે ડોક્ટરે ગયા ત્યાં તેમણે કહ્યું કે તેમને રિપોર્ટ કાઢવા પડશે ત્યારે પોપટભાઈ એ કહ્યું કે અમે દિકરા નું સંપૂર્ણ બિલ ભરશું ત્યારબાદ પોપટભાઈ એ મહિનાનું રાશન ભરાવી આપ્યું અને એક ફોન પણ લઇ આપ્યો આ મદદ તેમને શારદાબેન રમણ પટેલ તરફથી કરવામાં આવી છે એમ પોપટભાઈએ કહ્યું પરેશભાઈ એ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો તે ખૂબ જ ખુશ થયા કે તેમના છોકરાઓને ભણવા માટે ફોનની સુવિધા તેમના દ્વારા કરવામાં આવી પરેશભાઈએ શારદાબહેને ભગવાનનો દરજ્જો આપ્યો અને પોપટભાઈ નો આભાર વ્યક્ત કર્યો આમ પોપટભાઈ ફાઉન્ડેશન જરૂરીયાતમંદ અને મહેનતુ લોકોની મદદ કરે છે.