કહેવાય છે ને કે આવડત માટે ડિગ્રી ન જોઈએ એના માટે તો બસ ધગશ અને મનની ઈચ્છા હોય એ જ પૂરતું છે.હાલમાં આ જ વાતને સાચી સાબિત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવકે રોબર્ટ બનાવ્યો છે તે પણ લોખંડનો.
તમને થશે કે લોખંડનો રોબર્ટ કેવી રીતે બની શકે? પરંતુ આ જ હકીકત છે.હકીકતમાં આ યુવક વેલ્ડિંગ ની દુકાનમાં કામ કરે છે અને તેને પોતાની મહેનતથી આ રોબર્ટ જેવું સાધન બનાવ્યું છે.
ખાસ વાત તો એ છે કે આ મશીનનો આકાર સિંહ જેવો છે અને તે બેટરીથી ચાલે છે.આ યુવકનું નામ રાજુ છે અને તેને વેલ્ડીંગથી આ રોબર્ટ બનાવ્યો છે.જો કે યુવક ક્યાંનો છે? તે અંગે કોઈ જાણકારી મળી નથી.તેમજ આ વીડિયો વિશે પણ પુષ્ટિ થઇ શકી નથી.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જે રીતે યુવક રોબર્ટ પર સવારી કરતો જોવા મળી રહ્યો છે તે જોઈને તેના વખાણ કરવાનું મન જરૂર થઈ આવે છે. હાલમાં આ વીડિયોને હજારો લોકોએ જોયો છે અને લોકો આ યુવકની આવડતના વખાણ પણ કરી રહ્યા છે.