ગુજરાતી હોય અને ફાફડા જલેબી યાદ ન આવે એવું તો શક્ય જ નથી ને પણ કાઠિયાવાડ જેવો અસલ ફફડાનો સ્વાદ માણવા કઈ કાઠિયાવાડ થોડી જવાય બરાબર ને? જો તમે પણ આવું જ વિચારી રહ્યા હોય તો હવે તમારી ચિંતા દૂર થઈ જશે.
કારણ કે હવે અમદાવાદમાં જ તમે કાઠિયાવાડી ફાફડાનો સ્વાદ માણી શકશો. હા દોસ્તો અમદાવાદમાં ચંદુભાઈ ગાંઠિયાવાળાં નામે પ્રખ્યાત એક યુવક પાછલા કેટલાક મહિનાઓથી લોકોને ફાફડા,ગાંઠિયાનો સ્વાદ પીરસી નામના મેળવી રહ્યા છે.
વાત કરીએ આ યુવક વિશે તો ચંદુભાઈ ગાંઠિયાવાળાં નામે લારી ચલાવતા આ યુવકનું નામ હર્ષ છે પરંતુ તેના દાદા બાદ તેના પિતાએ ફફડાનો ધંધો ચાલુ રાખ્યો હતો જેને કારણે તેને આ જ નામ સાથે નવી શરૂઆત કરી છે.
હર્ષનું કહેવું છે કે તેને b.tch નો અભ્યાસ કર્યો. ઘણા મહિનાઓ સુધી નોકરી કરી, પરંતુ તેમાં સંતોષ ન મળતા પોતાનું કઈ કરવાનું વિચાર્યું. તેનું કહેવું છે કે તેને પોતાના ક્ષેત્રમાં ઇન્વેસ્ટર્સ શોધ્યા પરંતુ સફળતા ન મળી જે બાદ તેને પોતાના દાદાનો ફાફડાનો ધંધો ફરી શરૂ કરવાનો વિચાર આવ્યો.
જો કે શરૂઆતમાં તેને સવારે ૭:૩૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી જ લારી રાખવા નક્કી કર્યું હતું પરંતુ લોકોનો સાથ મળતા તેને નોકરી છોડી અને આ કામમાં વધુ સમય આપવાનો નિર્ણય લીધો.
વાત કરીએ અહીંના ફાફડા,ગાંઠિયા અને જલેબી વિશે તો અહી બે પ્રકારના ગાંઠિયા મળે છે.જેમાં મેથીવાળા ગાંઠિયા પ્રખ્યાત છે.સાથે જ અહી ફાફડા સાથે કઢી ઉપરાંત લાલ,પીળી ચટણી અને પપૈયાનો સંભારો પણ મળે છે. એડ્રેસ :દુકાન નં ૧૧,સુદર્શન ગોલ્ડ,મુરલીધર પાર્ટી પ્લોટ,સાયન્સ સિટી રોડ સોલા રોડ,અમદાવાદ.