સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં થોડો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ અત્યારે તો કે ગામડાની મહિલા પણ આવી રીતે ડાન્સ કરી શકે છે? હા આ વાત સો ટકા સાચી છે કારણ કે આ મહીલા પાસે પ્રભુ દેવા પણ ફેઈલ થઈ જાય! વિડીયોમાં જોઈ શકશો કે આ મહિલાએ એવો ડાન્સ કર્યો છે, કે કોઈપણ વ્યક્તિ જોઈને હસી હસી ને લોટપોટ થઈ જાય. ખાસ કરીને જે લોકો ડાન્સના શોખીન છે તેમના માટે પણ આ વિડીયો ખૂબ જ મનોરંજક છે.
આ વિડીયો પ્યોર મેહોણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સાડી પહેરીને પ્રભુદેવાની સ્ટાઇલમાં ડાન્સ કરી રહી છે. આ ડાન્સની સ્ટાઇલ જોઈને તમને પ્રભુ દેવાની યાદ આવી જશે કારણ કે જે રીતે પ્રભુ દેવાનું ડાન્સમાં પ્રભુત્વ છે અને તે પોતાના આઇકોનીક સ્ટેપ કરે છે, તે જ રીતે આ મહિલા પણ કરી રહી છે.
આ મહિલાએ સાડીના પાલવથી લાજ કાઢી છે, જેથી આ મહિલાનો ચહેરો તો નથી દેખાતો પરંતુ એ તો ચોક્કસ કહી શકાય કે મહિલાએ કોઈના લગ્ન પ્રસંગ દરમિયાન પોતાની અંદર રહેલ આવડત સૌ કોઈને દેખાળી હશે અને કોઈ વ્યક્તિએ આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હશે અને આજ કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો ડાન્સના રસિકો માટે ખરેખર મનોરંજક છે. આ વીડિયો જોઈને સૌ કોઈ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ જણાવી રહ્યા છે. આ વીડિયોની કોમેન્ટ બૉકસમાં તમે જોઈ શકશો કે ઘણા લોકો આ મહિલાના ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે તો ઘણા એવા લોકો પણ છે કે જે મહિલાના ડાન્સની ટીકા અને મજાક મસ્તી કરી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.