બોલીવુડના દિગ્જજ કલાકારોમાંથી એક હતા વિનોદ ખન્ના આ ઇન્ડસ્ટ્રીઝના એક સમયના મોટા સુપર સ્ટાર રહી ચુક્યા છે જાણકારી મુજબ વિનોદ ખન્ના ઓસોના આશ્રમમાં ગયા હોત તો અમિતાભ સદીના મહાનાયક ના બની શક્યાં હોત એક સમય એવો હતો બોલીવુડમાં ફક્ત વિનોદ ખન્ના જ ટક્કર આપી શકે તેમ હતા.
પરંતુ વિનોદ ખન્નાએ થોડી ભૂલો કરી જે ભૂલો એમને ભોગવી પડી હતી પણ કહેવાય છે ને જેટલો મોટો સ્ટાર એટલા જ દિલચસ્પ કિસ્સા હોય છે વિનોદ ખન્નાને લઈને પણ અનેક કિસ્સા છે એમની પર્સનલ લાઈફ હમેશા વળાન્ક વાળી રહી છે આજે અમે એવા કિસ્સાને બતાવવા જઇ રહ્યા છીએ કે એક સમયે મોટા ડાયરેક્ટને વિનોદ ખન્નાએ ચાર પાંચ થપ્પડ મારી દીધી હતી જેનું કારણ મહેશ ભટ્ટ હતા.
એક સમયે વિનોદ ખના અને મહેશ ભટ્ટ ખાસ મિત્રો હતા એક ન્યુઝમાં ખબર મુજબ 80ના દાયકામાં વિનોદ ખન્નાનું કરિયર ટોપ ઉપર હતું એ સમયે એવી પણ ચર્ચાઓ થતી હતી કે તેઓ અમિતાભને પણ પાછળ છોડી દેશે પણ આ સમએ વિનોદ ખન્નાની માતાનું નિધન થાય છે ત્યારે તેઓ ટેંશનમાં આવી જાય છે તો મહેશ ભટ્ટ એમને આશ્રમમાં જવાની સલાહ આપે છે.
આશ્રમમાં જઈને વિનોદ ખન્નાને લાઈટ થઈકે એમની અસલ જગ્યા તો બોલીવુડમાં છે ત્યારે તેઓ આશ્રમ છોડીને બૉલીવુડ તરફ આવે છે અને ધમાકેદાર ઇન્સાફ ફિલ્મ આપે છે આ ફિલ્મથી એમને કામયાબી પણ મળી ત્યારે મહેશ ભટ્ટે એમના ભાઈ મુકેશ ભટ્ટને પ્રોડ્યુસર બનાવીને વિનોદ ખન્ના સાથે જુર્મ ફિલ્મની શરૂઆત કરી.
મહેશ ભટ્ટ ફિલ્મ બનાવવા માંગતા હતા પરંતુ વિનોદ ખન્નાને પૈસા આપવામાં આનાકાની કરી રહ્યા હતા તો વિનોદ ખન્ના 40 દિવસ સુધી ફિલ્મના સેટ ઉપર ના ગયા ત્યારે આ બન્ને વચ્ચે ખેંચતાણ વધીગઈ અને વિનોદખન્ના મહેશ ભટ્ટની ઓફિસે જાય છે ત્યાં તેઓ નામળતા એમના ભાઈ મુકેશભટ્ટ જોડે બોલાચાલી કરે છે વિનોદ ખન્ના એટલા ગુસ્સે ભરાયેલા હતાકે મુકેશને લગાતાર કેટલાય લાફા મારી લીધા હતા.