લોકો કહે છે કે જ્યારે માણસ પર આફત પડે છે ત્યારે તે ક્યાંયનો નથી રહેતો જ્યારે સુખ આવે છે ત્યારે ખૂબ જ ખુશી થાય છે પરંતુ જ્યારે દુઃખ આવે છે ત્યારે માણસ કંઈ વિચારી નથી શકતો કે શું કરે અને શું ન કરે તેની વિચારસરણી પણ કામ કરતી બંધ થઇ જાય છે તેવુંજ જ કંઈ અહીંયા બન્યું છે સુગનાબેન નંદલાલ દરજી નામની મહિલા પર ઘણાં દુઃખો આવ્યાં છે જે જાણી તમારા પગે નીચેથી જમીન ખસી જશે તેમના ઘરમાં માત્ર એક દિકરો છે તેમના પતિ તેમના લગ્નના આઠ વર્ષ થયાંને મૃત્યુ પામ્યા હતા.
તેમને એટેક આવ્યો હતો અને તે કોમામાં જતાં તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ તે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેવામાં દીકરાને પણ બીમારી થઈ તેને પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેને ક્યારેને ક્યારેક હોસ્પિટલમાં ખસેડવો પડી જાય છે બે ત્રણ ત્રણ કલાક સુધી તે કઈ બોલી નથી શકતો હવે તે કઈ કામ નથી કરી શકતો અને બધું સુગના બહેન પર આવ્યું છે તેમની એક દીકરી પણ છે જેના ઘરવાળા 9 વર્ષ પહેલા મૃત્યું પામ્યા હતાં.
સુગના બહેનની મુલાકાત લેવા પોપટ ફાઉન્ડેશન તરફથી પોપટભાઈ આવ્યા અને તેમણે તેમની મદદ કરી આપી તે મહિલાએ કહ્યું કે અમારે ફૂઈવાળાએ અમારી દુકાન લઈ લીધી 10 સિલાઈ મશીન હતા તે પણ લઈ લીધા અને હવે અમારું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે તો પણ અમે હાર નથી માની ઘરે બેસીને ડાયમંડ લગાવવાનું ચાલુ કર્યું અને બે ઘરના કામ કરતી હતી પરંતુ એક દિવસ વરસાદમાં પડી ગઈ તેથી હવે મારાથી કામ નથી થતું અને હું બેસી પણ નથી શકતી ત્યારે પોપટભાઈ એ કહ્યું કે તમે ચિંતા ન કરશો હું તમારી મદદ કરીશ હું તમને સિલાઈ મશીન લઇ આપીશ જે તમને કમાવવામાં મદદરૂપ થશે અમારું ફાઉન્ડેશન મહેનતુ લોકોને મદદ કરે છે અમે તમને મદદ કરીશું અને તેમના છોકરા વિશે તેમણે કહ્યું કે તે માનસિક રીતે પણ ઠીક નથી અને તેને બીમારી પણ છે એટલે તે બહાર કામ કરવા માટે જઈ નથી શકતો પણ તેને સિલાઈ મશીન ચલાવતા આવડે છે તે શર્ટ બ્લાઉઝ બધું જ સીવી શકે છે તો તમે એક સિલાઈ મશીન લઇ આવશો તો અમારા માટે ખૂબ જ મદદરૂપ થશે.
પોપટભાઈએ તેમને સિલાઈ મશીનની જરૂરિયાત પૂરી પાડી અને તેમને પ્રોત્સાહન આપ્યું કે તમારા ઉપર ભલે આજ સુધી ગણું દુખ આવ્યું છે અને તમે મૂંઝાયા વગર પરિસ્થિતિનો સામનો કર્યો છે તમને કોઈ પણ વસ્તુની જરૂર હોયતો તમે અમને ક્યારેય પણ કહી શકો છો અને તેમને સિલાઈ મશીનની ભેટ આપી આમ પોપટભાઈ ફાઉન્ડેશન ઘણા દુકાનો દુઃખ દૂર કરે છે અને તેમને મદદરૂપ થાય છે.