મધ્યપ્રદેશમાં 21 વર્ષની યુવતીના લગ્નના બે અઠવાડિયા પછી દાગીના અને રૂપિયા લઈને તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ પ્રેમી પંખીડા ઘર છોડીને ભાગી જાય તે નવાઈની વાત નથી પરંતુ આ કેસમાં રસપ્રદ વાત એછે કે યુવતી કોઈ બીજા યુવક સાથે નહીં પરંતુ તેના લગ્ન કરાવનાર ગોરમહારાજ સાથે ભાગી ગઈ છે.
આ ઘટનાને 7 મહિના થઈ ચુક્યા છે પણ અત્યારે સોસીયલ મીડિયામાં આ વાત ખુબજ વાઇરલ થઈ રહી છે સિરોજ શહેરના ટોરી બગરોદ ગામમાં યુવતી લગ્નના 15 દિવસ પછી એજ પંડિત સાથે ભાગી ગઈ જેણે એજ યુવતીને લગ્નના ફેરા મંડપમાં કરાવ્યા હતા લગ્ન પછી યુવતી તેના પિયર રોકાવા ગઈ હતી.
15 દિવસ બાદ પંડિત સાથે દોઢ લાખના ઘરેણાં અને ત્રીસ હજાર રોકડા લઈને છુમંતર થઈ ગઈ હતી ફરાર પંડિતનું નામ વિનોદ શર્મા છે ત્રણ બાળકોના પિતા છે વિનોદ શર્માને ત્રણ વર્ષથી આ યુવતી સાથે અફેર હતું જયારે પંડિત પ્રેમિકા સાથે ભાગી ગયો હતો પોલીસ અત્યારે પરણેલી પ્રેમિકા અને ગોરમહારાજને શોધી રહી છે.