સલમાન ખાનને એમજ મોટા દિલવાળા નથી કહેવામાં આવતા જયારે પણ મોકો આવે છે તેઓ એવી મિશાલ પેશુ કરેછે જે બીજા માટે એક શિખામણ બની જાય છે હકીકતમાં કાલ રાત્રે મરાઠી ફિલ્મ ધર્મવીરનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું આ ફિલ્મ શિવસેના નેતા આનંદ દિગે પર બની છે અને આ મોકા પર એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સલમાન ખાન સહિત કેટલાય મોટા મોટા એક્ટર પહોચ્યા હતા અહીં સ્ટેજ પર શિવાજી મહારાજ સાથે બાલા સાહેબ ઠાકરેની તસ્વીર રાખવામાં આવી હતી જેના પર ફૂલ ચડાવવા સૌથી પહેલા ઉદ્ધવ ઠાકરે અને એમની પત્ની પહોંચી તેની પાછળ કેટલાક નેતા સલમાન ખાન અને રિતેશ દેશમુખ મોજુદ હતા.
ઉદ્ધવ ઠાકરેએ ફૂલ ચડાવ્યા પહેલા સન્માનમાં પોતાના ચપ્પલ ઉતારી દીધા સલમાન ખાને એવું કરતા જોયા એટલે એમણે પણ પોતાના ચપ્પલ ઉતારવા લાગ્યા પરંતુ આ દરમિયાન સ્ટેજ પર ઉભેલ કેટલાય નેતાઓએ સલમાનને રોક્યા અને કહ્યું કે તમે ચપ્પલ ઉતાર્યા વગર જ ફૂલ ચડાવી દયો પરંતુ સલમાનનું દિલ ન માન્યું સલમાન એમની વાત સાંભળી.
રોકાઈ ગયા અને પછી એમણે જોયું રિતેશ દેશમુખને પણ ફૂલ ચડાવવા ઉઘાડા પગેજ આવ્યા છે ત્યારે સલમાને કાનમાં પૂછ્યું શું ઉઘાડા પગે ફૂલ ચડાવવા જોઈએ ત્યારે રિતેશે કહ્યું હા ત્યારે સલમાને પોતાના ચપ્પલ ઉતારીને છત્રપતિ શિવાજી મહારાજ અને બાલા સાહેબ પર ફૂલ ચડાવ્યા નેતાઓએ રોક્યા છતાં એમને રીતેશથી સલાહ લઈને એજ કર્યું જે કરવું જોઈએ.