ઋત્વિક રોશનની પૂર્વ પત્ની અત્યારે ફરીથી એકવાર અફેરને લઈને ચર્ચામાં આવી છે સુઝેને તેના બોયફ્રેન્ડ અસલાન ગોની સાથેની તસ્વીર તેના સોસિયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે સામે આવેલ ફોટોમાં સુઝેન અસલાન ગોનીની બાહોમાં જોવા મળી રહી છે તસ્વી શેર કરતા સુઝેને પોતાની ફીલિંગ બતાવી છે.
સુઝેન ખાને અસલાન ગોની સાથે આ તસ્વીર શેર કરતા કેપશનમાં લખતા કહ્યું હંમેશા વચ્ચે એક જગ્યા નથી હોતી કેટલીયે વાર એ અનોખો અહેસાસ અપાવે છે શેર કરેલ આ તસ્વીર પર સુઝેનના બોયફ્રેન્ડ અસલાન ગોનીએ ખુબ ફીલિંગ દર્શાવતા કિસિંગ ઈમોજીની કોમેટ કરી છે ફોટોમાં સુઝેન બ્લ્યુ બ્લેક અવતારમાં જોવા મળી રહી છે.
જયારે અસલાન ગોની જીન્સ પેન્ટ અને સફેદ ટીશર્ટમાં જોવા મળી રહ્યા છે જણાવી દઈએ અસલાને પણ પોતાની સ્ટોરીમાં કેટલીક તસ્વીર સેર કરી છે જેમાં તેઓ સુઝેન સાથે બૉલીવુડ એક્ટર સોનલ ચૌહાણ સાથે જોવા મળી રહ્યા છે સોનલે પણ ગઈ રાત્રે ગોવામાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો મિત્રો આ મામલે તમે શું કહેશો.