આજકાલ વાહનોનો ઉપયોગ તો દરેક ઘરમાં થવા લાગ્યો છે. દરેક ઘરદીઠ બે બાઇક હોવા એ તો આજકાલ ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે. એવામાં બાઈકની સફાઈ કરવી એ ખૂબ જ મોટો પ્રશ્ન બની રહેતો હોય છે. બાઇક લાવ્યા બાદ તેની સફાઈ રાખવા માટે અલગથી કોઈ ખર્ચો કરવાની ઇચ્છા નથી થતી અને બહાર તેની સફાઈ કરાવવા નું મન નથી થતું હોતું. એવામાં એવી તો કઈ વસ્તુનો ઉપયોગ કરીએ કે જેનાથી ઘરે જ પાઇપ માટે એક સારું વોશર બનાવી શકાય?
આજે અમે તમને આનો ઉપાય જણાવી દઈએ. આજે અમે તમને ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી એક એવું વોશર બનાવતા શીખવી દઈશું જેનાથી તમે સરળતાથી તમારી બાઇક સાફ કરી શકશો આ વોશર બનાવવા સૌ પ્રથમ પ્લાસ્ટિક ની ઢાંકણ સાથેની મોટી બોતલ લો. આ બોતલમાં નીચેના ભાગથી થોડું ઉપર અને ઢાંકણ ના થોડે નીચેના ભાગે એમ બે ભાગમાં કાણા પાડો.
આ કાણા બહુ મોટા ન હોવા જોઈએ. જે બાદ ગેરેજમાં મળતા બાઇકના વાલ લઈ આવો. બે વાલ માં વચ્ચે આવેલ ઝીણો વાલ નીકળી લો.હવે બાકી રહેલ સ્ક્રુ જેવી બે પાઇપને બોતલના બંને કાણામાં નાખો ત્યારબાદ એક ખાલી પેન લો. તેનો આગળ અને પાછળ નો ભાગ ખોલી દો. હવે આગળ ના ભાગનું પેનના પોઇન્ટ નું ઢાંકણ પાછળના ભાગમાં એકદમ ફીટ રહે એ રીતે લગાવો. જે બાદ તેના પર પેનનાં પાછળના ભાગે આવતા ઢાંકણને ગુંદર વડે તેના પર લગાવી દો એક સેનેટરી પાઇપ લો અને તેને પેન ના આગળના ભાગે લગાવી દો.
પાઇપનો એક છેડો પેનમાં લગાવ્યા બાદ બીજા છેડાને બોટલમાં લગાવેલા નીચેના ભાગના સાથે લગાવી દો.ધ્યાન રાખો કે તમામ વસ્તુ એકદમ ફીટ હોવી જોઈએ. જે બાદ તેમાં પાણી ભરો અને બાદમાં સાયકલમાં હવા ભરવાના પંપ વડે તેમાં હવા ફરો. ત્યાર બાદ તેને ઉપયોગમાં લેવા માટે પાછળ લગાવેલું પેનનું ઢાંકણ ખોલો.તમે જોઈ શકશો કે, પાણી કેટલા ફોર્સથી બહાર આવે છે.