તમે ખેડૂતોના જીવન વિશે, ખેતી સમયે એમને પડતી મુશકેલીઓ વિશે કે એમને મળતા ઓછા વળતર વિશે તો અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ તમે જીવના જોખમે સાગર ખેડતા માછીમારના જીવન વિશે સાંભળ્યું છે?સામાન્ય રીતે આપણે માછીમારો પાસે બહુ પૈસા હોય છે, એક માછલી પાછળ તે આટલી કમાણી કરે છે, કે માછલી આટલા પ્રકારની હોય છે અને માછલી પકડવા આ રીતે અપનાવવામાં આવે છે. જેવા વિષયો પર વાત કરતા હોઈએ છીએ, પરંતુ એક માછલી પકડવા માછીમારને કેટલી તકલીફ પડતી હોય છે કે પછી તને કેટલી ખોટ સહન કરવી પડતી હોય છે તે અંગે વિચારતા નથી.
હાલમાં જ એક માછીમાર નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે બોટ પર જીવન વિતાવવા અંગે તેમજ માછીમારોને મળતા ઓછા વળતર વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં માછીમારે એક બોટમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જણાવતા કહ્યું કે બોટમાં રસોઈ બનાવવા માટે એક સાદો, દેશી ચૂલો હોય છે , સાથે જ લાકડા પણ હોય છે. બોટમાં એક વ્યક્તિને ખાસ રસોઈયા તરીકે રાખવામાં આવતો હોય છે. જો કે રસોડા તરીકે જેવી કોઈ ખાસ વ્યવસ્થા બોટમાં હોતી નથી. બોટમાં એક પાણીની ટાંકી અને એક ડીઝલની ટાંકી હોય છે. સમગ્ર સફર દરમિયાન તેમને માત્ર એક ટાંકી પાણી અને જે ડીઝલ હોય તેનાથી જ કામ ચલાવવાનું હોય છે.
સાથે જ તેને કહ્યું કે, બોટમાં એન્જિન હોય છે જે સૌથી નીચેના ભાગમાં આવેલું હોય છે જો તેમાં અચાનક કોઈ સમસ્યા આવે તો વાયરલેસ દ્વારા બીજી બોટનો સંપર્ક કરી મદદ માંગવાની હોય છે બીજી બુટ જ્યાં સુધી મદદ માટે પહોંચે ત્યાં સુધી બગડેલી બોટ લઈને તે જ જગ્યા પર દસ બાર દિવસ સુધી રહેવું પડતું હોય છે, એટલું જ નહીં બીજી બુટ મદદ માટે પહોંચે તે સમયે તેને પોતાની બોટનું ડીઝલ પણ આપવાનું હોય છે. જે બાદ જ બીજી બોટ દ્વારા મદદ મળતી હોય છે.
બોટમાં લાગતા ખર્ચ અંગે વાત કરતા માછીમારે જણાવ્યું કે બોટનુ માત્ર એન્જિન બનાવવામાંજ ૧૦- ૧૨ લાખ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે. જે બાદ તેમાં લગાવવાની પાઇપ અને અન્ય વસ્તુઓ માટે અલગથી પૈસા આપવાના હોય છે. માછીમારે ડીઝલના ભાવ વધવા અંગે પણ વાત કરી તેણે કહ્યું ડીઝલના ભાવ ₹90 પર પહોંચતા તેમને હાલમાં ખૂબ જ હાલાકી પડી રહી છે તેમની કમાણીનો એક રૂપિયો પણ બચાવી નથી શકાતો.
માછીમારે કહ્યું કે હાલમાં તેમણે લાખો રૂપિયા વ્યાજ પણ લઈને ધંધો કરવો પડી રહ્યો છે. તેને કહ્યું કે વાવાઝોડા અને વરસાદની આગાહીને કારણે તેમને ઘણું જ નુકસાન ભોગવવું પડતું હોય છે એટલું જ નહીં મહામારી દરમિયાનથી આજ સુધી કોઈપણ માછીમાર વધુ કમાણી કરી શક્યો નથી જણાવી દઈએ કે એક બોટમાં એક સમયે વધુમાં વધુ 10 થી 12 લોકો સફર કરતા હોય છે.