જો ભણતર, આવડત અને મહેનતનો સદુપયોગ કરવામાં આવે તો વ્યક્તિ કચરામાંથી પણ પૈસા ઊભા કરી શકે છે. તમને લાગશે કે આ બધું કહેવામાં ને લખવામાં ચાલે પણ હકીકતમાં આવું ક્યાંય હોતું નથી બરાબર ને? પરંતુ આજે અમે તમને એક એવા મિત્રોની કહાની જણાવીશું જેમને આ વાક્યને હકીકત બનાવી બતાવ્યું છે એટલું જ નહિ આજે આ મિત્રો કચરાને કારણે મોટી કંપનીના માલિક બની કરોડો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.
આ વાત છે અમદાવાદના સંદીપ પટેલ નામના યુવાનની. સામાન્ય રીતે વિદેશમાં ભણવા ગયેલ યુવાનો વિદેશમાં જ સ્થાયી થવાનો વિચાર કરતા હોય છે. પરંતુ સંદીપ પટેલ તેમાંથી બાકાત રહ્યા. સંદિપ બહેનના કહેવા પર ઇંગ્લેન્ડ અભ્યાસ માટે તો ગયો પરંતુ ભારતમાં જ કઈ બિઝનેસ કરવાના ઇરાદે તે વર્ષ ૨૦૦૧ માં ભારત પરત આવી ગયો. ભારત આવ્યા બાદ તેને બીપીઓ, ટ્રાવેલ એજન્સી અને કેમિકલ ટ્રેડિંગ જેવા અનેક કામ કર્યા પરંતુ કોઈ કામમાં ધારી સફળતા મળી નહિ.
હા પણ કેમિકલ ટ્રેડિંગના કામથી તેમને નવા બિઝનેસ માટે આઈડિયા જરૂર મળ્યો હકીકતે કેમિકલ ટ્રેડિંગના કામ સમયે સંદીપે જોયું કે, અમદાવાદમાં ઠેર ઠેર કચરાના ઢગલા ઠલવાય છે, આ ઢગલામાંથી કેટલાય મજૂરો કચરો વીણીને વેચે છે તેને વિચાર્યું કે આ કચરામાંથી જ કઈ ધંધો કરવામાં આવે તો લોકોને રોજગાર પણ મળે અને ગંદકી પણ દૂર કરી શકાય જોકે વાત વિચારીએ અને થઈ જાય એવું તો બને નહિ. સંદીપને પોતાના આ આઇડિયા માટે બીજા મિત્રો ધૃમિન, ચિરાગ, રવિનો સાથ મળ્યો. પરંતુ ત્રણેયમાંથી કોઈ પણ પાસે એટલા પૈસા નહોતા કે બિઝનેસ શરૂ કરી શકાય આજ કારણ છે કે તેમને વેસ્ટનો ઉપયોગ કરી બિઝનેસ કરતી કંપનીઓ સાથે, કચરા વીણતા લોકો સાથે વાત કરી માર્કેટ ની હાલત જાણી.
જે બાદ તેમના બિઝનેસમાં પૈસાનું રોકાણ કરે તેવા લોકોને પોતાનો આઈડિયા સમજાવવાની શરૂઆત કરી અનેક મહિનાઓ સુધી મહેનત કર્યા બાદ ઇન્વેસ્ટર્સ મળી ગયા જેને કારણે ચારેય લોકોના જીવન બદલાયા અને નેપ્રા નામની કંપની અસ્તિત્વમાં આવી જણાવી દઇએ કે, વર્ષ ૨૦૦૬માં શરૂ થયેલ આ કંપનીમાં શરૂઆતમાં માત્ર ૭ કર્મચારી હતા પરંતુ હાલમાં આ કંપની ૯૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
એટલું જ નહિ કચરો વીણી રોજગાર મેળવતા સામાન્ય લોકોને પણ આ કંપની દ્વારા હાલમાં સારી કમાણી થવા લાગી છે તમને થશે કે, કંપની કચરાનો ઉપયોગ કરી કઈ વસ્તુ બનાવે છે? તો કંપનીના મોટાભાગના કચરામાંથી ડોલ, પ્લાસ્ટિકની થેલી જેવી વસ્તુ બને છે. હાલમાં ગુજરાતના ખૂણે ખૂણે આ કંપની અસ્તિત્વમાં છે.