પંચતત્વમાં વિલીન થયેલ કેકે ઉર્ફે ક્રિષ્નકુમાર કુનાથ 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગયા આજે 2 જૂનના એમના અંતિમ સંસ્કાર મુંબઈના વર્શોવા સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા હવે તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા કેકેના પુત્ર નકુલ પિતાને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કારના બધા રિવાજ પુરા કર્યા.
આ દરમિયાન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝથી કેટલીય સેલિબ્રિટી ઉપસ્થિત રહી સિંગરના અંતિમ દર્શન માટે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સિંગરના નજીકના અને સ્ટાર પહોંચ્યા એમણે આંખો નમ સાથે કેકેને વિદાઈ આપી કેકેની અંતિમ યાત્રામાં બોલીવુડના સ્ટાર હાજર રહ્યા ફિલ્મ મેકર વિશાલ ભારદ્વારજ અને ગાયક હરિહરે પણ નમ આંખે વિદાય આપી.
સિંગર શ્રેયા ઘોસલે અને અલ્કા યાજ્ઞિત પણ પોતાના ખાસ મિત્રના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા આ દરમિયાન શ્રેયા ઘોસાલ ભાવુક જોવા મળી સિંગર શંકર મહાદેવન પણ જોવા મળ્યા અહીં જાવેદ અખ્તર શિલ્પા રાવ અરવિંદ સિંહ અભિજીત ભટ્ટાચાર્ય જેવી દિગ્ગ્જ સેલિબ્રિટી પહોંચી હતી જણાવી દઈએ કેકેએ 200 થીવધુ મશહૂર ગીતો આપ્યા છે.