ગુજરાતની ધરતી પર લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી ના પ્રોગ્રામ ના રસીયો રૂપાળો રંગ રેલીઓ ના ગરબા પર રાતો રાત સ્ટાર બનેલા કમલેશ દલવાડી જેને લોકો કમો અને કમાભાઈ નામથી સંબોધિત કરે છે એની લોકપ્રિયતા ગુજરાતમાં એટલી અદેછવાઈ કે કમો ગુજરાતમાં વિવિધ જગ્યાએ મુખ્ય અતિથિ તરીકે જવા લાગ્યો ખુદ ગુજરાતના.
મુખ્યમંત્રી પણ કમાને મળવા લાઈનમાં ઉભા રહ્યા હતા ગુજરાતમા હાલ કમો ટ્રેડીગંમા છવાયો છે દિવ્યાંગ હોવા છતાં પણ લોકો એના ડાન્સ ને ખુબ પ્રતિસાદ આપી પ્રેમ આપી રહ્યા છે આ વચ્ચે કોઠારીયાના કમા નો એક હમશકલ વ્યક્તિ મળી આવ્યો છે જેને લોકો અમેરિકન કમો કહીને બોલાવે છે લોકસાહિત્યકાર કીર્તીદાન ગઢવી અત્યારે અમેરિકાને.
કેનેડામાં વિવિધ જગ્યાએ પોતાના ડાયરા કરી રહ્યા છે એ દરમિયાન તાજેતરમાં જ કેનેડામાં વિન્ડસર વિસ્તારમાં કિર્તીદાન ગઢવી ના ભવ્ય ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન જય સરદાર ગ્રુપ અને સીધી એન્ટરટેનમેન્ટ નામના ઓર્ગેનાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આ ડાયરામાં કિર્તીદાન ગઢવી એક સરપ્રાઈઝ પણ રાખી હતી.
આ સરપ્રાઈઝ મુજબ તેઓએ અચાનક જ આ કાર્યક્રમની વચ્ચોવચ અમેરિકન કમાને બોલાવી લીધો હતો જ્યારે કમાની એન્ટ્રી થાય ત્યારે લોકો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવા લાગ્યા હતા આ ઉપરાંત કેટલાક લોકો કમા ઉપર તો ડોલરનો વરસાદ પણ કરી દીધો હતો આ અમેરિકન કમો ગુજરાતી કમા જેવો જ લાગતો હતો.
આ કમો પણ ખૂબ જ આકર્ષણનો કેન્દ્ર પણ બની ગયો હતો કારણ કે તે પણ કમાની જેમ નાચતો હતો કમાને જોતાની સાથે જ સૌ કોઈ લોકો ભારે ઉત્સાહ અને ખુશીથી જુમી ઉઠ્યા હતા આ સાથે સાથે રૂપાળો રંગ રેલીયો ગીત ગાવા લાગ્યા અને આ વિદેશી અમેરિકન કમો કોઠારીયાના કમાની જેમ જ કિર્તીદાન ગઢવી ના સુર ઉપર ડિસ્કો કરવા લાગ્યો હતો .
તને કમાની જેમ જુકેગા નહીં પુષ્પાની સ્ટાઇલ પણ દેખાડી હતી આ સ્ટાઇલ જોતા લોકો આનંદથી ઝુમી ઉઠ્યા હતા અમેરીકાના આ વ્યક્તિ નુ નામ સાગર પટેલ છે સાગર પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં રહે છે તે મૂળ ગુજરાતના સુરત પાસે આવેલા બારડોલીના છે તેઓ વધારે બોલી શકતા નથી.
પરંતુ તેમનું શરીર અને તેમનું ચહેરો અસલ કોઠારીયાના કમા જેવો જ લાગે છે તેઓ અમેરિકાથી સ્પેશિયલ કેનેડા કિર્તીદાન ગઢવી ના ડાયરામાં હાજરી આપવા માટે આવ્યા હતા જે સાગર પટેલને પણ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો વાચંક મિત્રો આ વિશે આપનો શું અભિપ્રાય છે.