હું કિંજલ રબારી ગામ સિનાર તાલુકો રાધનપુર હું એક પ્રોફેશનલ સિંગર છું મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ ત્યારથી સોશિયલ મીડિયા પર તેમાં જ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મે જોયું છે જેથી હું આ બધાને તેમજ આખાય રબારી સમાજને જણાવવા માગું છું
કે હું મારા સમાજની ખૂબ કદર કરું પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે એ ખોટું છે મને તેમ જ મારા પતિને જીવનો જોખમ છે એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમ જ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલા લીધેલ છે જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમેદાર મારું પરિવાર રહેશે જય માતાજી જય દ્વારકાધીશ કાલે જ મેં એક વિડીયોડિયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું એમના જોડે આવી છું છતાં પ
ણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે મારી નાખીશું ઉપાડી જઈશું બરાબર તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું ત્યાં સુધી હું બધાને સારી લાગુું છું જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસીઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાવ છું ખરાબ થઈ જાવ છું બરાબર અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે સમાજવાળાઓ લોકોએ કે ભાઈ
અમે દીકરીઓને Instagramાગ્રામફેબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણેને બધું એક્સેપ્ટેબલ હોય છે જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો બહુ સારી વાત છે સમાજ એકતા કરે છે
પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે બાકી તો હું કાયદાકીય પગલા લેવાની જ છું અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે મારી પોતાની ચોઈસ છે તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી જય માતાજી જય દ્વારકાધીશ