Cli
Khajurbhai worked day and night to build a house for a destitute poor

દિવાળી ના તહેવાર માં પણ ખજુરભાઈ એ રાત દિવસ મહેનત કરીને એક નિરાધાર ગરીબનું બનાવ્યું ઘર, જુવો…

Bollywood/Entertainment Breaking

ગુજરાતી લોકપ્રિય કોમેડી અને ગરીબોના છલકાતા આંશુ ઓને હરખના આંશુ માં ફેરવતા ખજુર ભાઈને કોઈ ઓળખાણ આપવાની જરુર નથી આજે ગુજરાતમાં જો કોઈ પરોપકારી નું સર્વશ્રેષ્ઠ બિરુદ મેળવ્યું હોયતે એ ખજુર ભાઈ છે હજારો નિરાધાર લોકોને વચન નહીં પણ રાત દાડો કામ કરીને મકાન બનાવી આપનારા.

ખજુરભાઈ અભિનય સાથે સેવાકીય પ્રવૃતિઓ ખુબ એક્ટીવ રહે છે તેઓએ નવસારી જિલ્લાના ગોધાબારી ગામની મુલાકાત લીધી હતી અને ત્યા 90 વર્ષના એક ઉંમરલાયક માજી પોતાના 40 વર્ષના દીકરા જે બંને દિવ્યાંગ હતા એમની સાથે ખૂબ જ જર્જિત મકાનમાં દયનીય સ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા હતા તેમની.

નાજુક સ્થિતી જોઈને ખજૂર ભાઈએ ત્યાં રોકવવાનો નિર્ણય કર્યો હતો અને સતત રાત્રી અને દિવસના સમય દરમિયાન તેમના નવા મકાન ને બનાવવાની કામગીરી હાથ ધરી હતી દિવસ અને રાત દરમિયાન તેઓ જુઓ જૂના મકાનને પાડીને નવા મકાનને બનાવી રહ્યા હતા જેમાં ખજૂર ભાઈ સતત ત્રણ રાતથી સૂતા નહોતા અને માજી અને.

એમના દીકરા માટે તેમને એક ટ્રેન્ટ બનાવી અને તેમાં કુલર ગોઠવીને તેમની રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી તેમને સંકલ્પ કર્યો હતો કે માજીની સ્થિતિને હું સુધારીને ગામ છોડીને જઈશ તેમને મકાનમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી અને સતત પાંચ દિવસ રાત દિવસ કામ કરીને મકાનને જીવન નિર્વાહ ની.

તમામ ચીજ વસ્તુઓનો સમાવેશ કર્યો સાથે કુલર ફ્રીજ બેડ સહિતની ઘરવખરીઓને આપીને જણાવ્યું હતું કે માજીનો જીવન ભરનો તમામ જમવાનો ખર્ચ હું ઉપાડીશ સાથે લોકોને પણ જણાવ્યું હતું કે આપની આજુબાજુમાં રહેતા કોઈપણ ગરીબ પરિવાર ની આપ મદદ કરો હું મારાથી બને એટલા પ્રયત્નો કરું છુંકે.

કોઈ ગરીબ લોકોની સ્થિતિ સુધારી શકે પરંતુ આપ પણ આવા કામો થકી ગરીબ બેસહારા લોકોના ઘરમાં એ ખુશીનું અંજવાળું કરી શકો તોજ તમારી દિવાળી સાર્થક ગણાશે એમ કહીને દિવાળીની શુભેચ્છાઓ આપી હતી વાચક મિત્રો આપને જો ખજૂર ભાઈની કામગીરી પસંદ આવી હોય તો પોસ્ટ ને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *