નીતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ જેઓ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં જરૂરિયાત મંદોની સેવા કરી રહ્યા છે ખજુરભાઈ તથા એમની ટિમ રાત દિવસ જોયા વગર લોકોને બનતી મદદ કરી રહ્યા છે જેમણે વાવાઝોડાના અને પૂરન કપરા સમયમાં લોકોને ફૂડપેકેટ પાણી વ્યવસ્થા અને જેમના ઘર પડી ગયા હતા એમને નવા બનાવી આપ્યા હતા.
ખજૂરભાઈ આજે સ્વામિનારાયણનું મંદિર જેતાપુર ધામ પહોંચ્યા હતા ત્યાં એમણે દર્શનો લાવો લોધો હતો ત્યાં ખજુરભાઈએ જણાવ્યું હતું જેતપુરમાં આવવાનું એકજ કારણ છે ત્યાં સાધુ સંતોના આશીર્વાદ લેવા આવ્યા છે અને કહ્યું હતું કે ગુજરાતમાં જેટલા પણ કાચા મકાનો છે જેમના મકાન પડી ગયા છે એવા તમામ મકાનોને ઉભા કરવાની તાકાત આપજો.
ખજુરભાઈએ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ટોટલ 161 નવા મકાન બનાવી આપ્યા છે ત્યાં ખજુરભાઈએ એક મહત્વની જાહેરાત કરી હતી કે તેઓ આજીવન એમની કમાણીમાંથી 95 ટકા આવક ગુજરાતીઓની સેવા માટે વાપરશે મિત્રો ખરેખર ધન્ય કેવાય આ વીરલાને જેમણે પોતાની આવકમાંથી 95 ટકા રૂપિયા સેવામા વાપરવાનો નિર્ણય કર્યો છે.