ભાઈ વાત તો માલધારી ભાઈનો હોય છે હો ભલે પછી તેમના ઘરે કશું ના હોય તો પણ તેમની મહેમાનનવાજી આખા ગુજરાતમાં પ્રચલિત છે બસ એવીજ રીતે જયારે આ માલધારી ભાઈ ખજુરભાઈને મળ્યા તો પહેલાંતો તેમના ચારણ સ્પર્શ કરવાનું વિચાર્યું જેવા ચરણ સ્પર્શ કરવા ગયા કે ખજુરભાઈએ તેમના બંને હાથો વડે ઉપાડી લીધા અને કહ્યું તમે મારા કરતા મોટા છો આમતો મારે તમારા ચરણ સ્પર્શ કરવા જોઈએ.
ત્યાર બાદ આ માલધારીભાઈએ તેમના જુના જુમ્પડી વાળા ઘરે ખજુરભાઈનો ઉતારો કર્યો ત્યાર બાદ ખજુરભાઈએ પોતે પાસે રહીને જે ઘર બનાવી આપ્યું હતું ત્યાં તેમના આખા પરિવાર સાથે પૂજાનો સામાન લઈને ગયા તેમના નવા ઘરે ગયા પૂજા કાર્ય બાદ ત્યાં બેસીને ગણી બધી ચર્ચા કરી આ ચર્ચામાં ૫૦ થી પણ વધારે લોકો જોડાયા હતા.
હવે બધા લોકો એકબીજા જોડે વાતો કરી રેલા હતા ત્યારે આ માલધારી ભાઈ અને ખજુરભાઈ બંને જોડે જોડે ઉભા હતા એકદમ માલધારી ભાઈએ ખજુરભાઈના કાનમાં જે શબ્દો કહ્યા હતા એ ખરેખર તમારે સાંભળવા લાયક છે તેમણે કહ્યું ખરેખર ખજુરભાઈ તમે ભગવાનના જ અવતાર કહેવાવ કેમકે અમારા દિલોમાં તમારા પ્રત્યે જે મહોબ્બત છે એના કોઈ દિવસ ભૂલી શકાય એવી નથી એથી આજથી આ ઘરને હું તમારું જ ઘર માનીશ અને તમારા ઘરે જેમ ભાડે રહેવા આવ્યો હોય એવું સમજીશ તમારે મન ફાવે ત્યારે ભલે દિવસ હોય કે રાત બસ આ ગુલામની મુલાકાતે જરૂર આવજો આવા અનોખા શબ્દો ખજુરભાઈએ પહેલી વાર સાંભળ્યા સાંભળતાની સાથેજ તેમના ચેહરા પાર એક અલગ જ ખુશી દેખાવા લાગી આ રીતે નીતિનભાઈ અને માલધારી ભાઈની થઇ હતી મુલાકાત.
છેલ્લે ખજુરભાઈ આ મારા પ્યારા ગુજરાતી ગોવાળની મુલાકાત કરી છેલ્લે વિદાય લઇ રહ્યા હતા ત્યારે આ માલધારીભાઈ ખજુરભાઈને ફરીથી પગે લાગવાનું જ વિચારી રહ્યા હતા એ પહેલા તો ખજુરભાઈ પોતે તેમના પગે લાગી ગયા બસ આ જોતા આ ગોવાળ ભાઈના આંખોમાં હરકના આંસુ વહેવા લાગ્યા બસ આટલી ઝડપી રીતે આ ભાઈનું ઘર પણ બનાવી દીધુંને ફટાફટ તેમને આ નવા ઘરમાં ગૃહ પ્રવેશ પણ કરાવી દીધો.