Cli
ખરેખર ધન્ય છે, અંધ માવડીના વહારે આવ્યા ખજુર ભાઈ, કર્યું આ કામ જાણીને તમે પણ ગૌરવ કરશો...

ખરેખર ધન્ય છે, અંધ માવડીના વહારે આવ્યા ખજુર ભાઈ, કર્યું આ કામ જાણીને તમે પણ ગૌરવ કરશો…

Breaking

ગુજરાત ભરમાં પોતાના કોમેડી શ્રેષ્ઠ અભિનયથી આગવી ઓળખ મેળવનાર ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના પરોપકારી સ્વભાવને લીધે ખુબજ લોકપ્રિયતા ધરાવે છે જે નિરાધાર માવડીઓ દિકરીઓ કે અનાથ બાળકો ને માથે રહેવા આશરો નથી એને મકાન બનાવીને એને તમામ સગવડો આપનાર વિધવા બહેનો ને ભાઈ બનીને રોજગાર.

આપનાર નોધરા ના આધાર એવા ખજુરભાઈ માટે લખીએ એટલા શબ્દ ઓછા પડે તાજેતરમાં જ ખજુરભાઈ તળાજાથી 25 કિલોમીટર સાકંડાસર ગામમાં પહોંચ્યા હતા ત્યાં એક જોગરાણા પરિવાર જે પાંચ બાળકો સાથે રહેતી વિધવા મમતાબેન નું એમને મકાન બનાવી આપ્યું હતું તે મકાનની પુજા માટે પહોંચ્યા હતા ખજૂર ભાઈ જેવા પોતાની.

ગાડીમાંથી ઉતર્યા એવા જ ગામની મહીલાઓ એ ખજુરભાઈના વધામણા કર્યા સાથે કહ્યું કે અમે ભગવાન તો જોયા નથી પરંતુ તમે આજે ક્રિષ્ન બનીને વારે આવ્યા છો ખરેખર તમને જોઈને અમને ભગવાન કૃષ્ણની ઝાંખી થાય છે ખજુર ભાઈએ વૃદ્ધ માવડીઓ ના પગમાં પડી આર્શીવાદ મેળવ્યા તો ખજુર ભાઈ પર ફુલોનો વરસાદ વરસાવી હૈયે હરખ.

ઘેલા માવડીઓના ટોળાએ ખજુર ભાઈ ને ગરીબોના કામ કરો અને દિન દુઃખીયાની વારે આમ જ ઠાકર બનીને આવો એમ કહી ઝાઝેરા આશીર્વાદ આપ્યા મમતાબેન જોગરાણાના મકાનની પુજા કરીને ખજુરભાઈ એજ ગામમાં રહેતા અંજુબેન ગોવિંદભાઈ મકવાણા નામના એક અંધ માંજી જે નોધારા એકલા જર્જર હાલતમાં પડેલ.

મકાનમાં ફળીયા માં રહેતા હતા એમની મુલાકાતે પહોંચ્યા એમને જે સ્થિતિ જોઈ એનું હૃદય ભરાઈ આવ્યું એમને માંજી ને પુછ્યુ કે તમે અહીંયા રહો છો આવી જગ્યાએ ત્યારે માવડી રડવા લાગ્યા હતા અને જણાવ્યું હતું કે બેટા તારા દાદા તો મને વર્ષોથી છોડીને ચાલ્યા ગયા છે હું એકલી અહીંયા રહું છું એક આંખે જન્મથી જ અંધ છું.

અને બીજી આંખે પણ ઝાંખું દેખાય છે તો ખજૂર ભાઈએ પૂછ્યું કે દિવસમાં તમે શું કમાણી કરો છો ત્યારે માજીએ જણાવ્યું કે બેટા હું અંધ હોવાના કારણે સામાન્ય લોકોથી ઓછા પૈસામાં દાડીએ જાઉં છું બીજા લોકોને જો 100 રૂપિયા મળે તો મને 50 રુપિયા આપે છે એમાંથી થોડું ઘણું એક ટાઈમ જે જમવા મળે તે બનાવી ખાઈ લઉ છું.

અને જો પૈસા ના હોય તો દુકાનેથી બાકી લઈ આવું છું હવે આટલી ઉંમરે બેટા કામ થતું નથી મારો કોઈ દીકરો પણ નથી છતાં પણ પેટ ભરવા માટે હું જે મળે તે કામ કરું છું એમને જણાવ્યું કે આ મકાન પડી ગયું છે અને ઉપરથી ઈંટો અને નળીયા મારા પર પડે છે એટલે હું આખા ચોમાસા દરમિયાન ફળીયામાં પ્લાસ્ટિક ઓઢીને સૂઈ રહેતી હતી.

હાલ પણ હું બહાર જ સુવું છું ખજુરભાઈ એ પુછ્યુ માં તમારે શું જોઈએ છે તો માંજી એ કહ્યું કે એક મકાન અને સંડાસ બનાવી દો તો ખજુર ભાઈ કહે ખાશો શું તમે માં તો માવડી કહે જે મળે એ ખજુર ભાઈ એ જણાવ્યું કે કાલે નહીં આજથી તમારું જુનુ મકાન પાડવાની કામગીરી હાથ ધરું છું અને આપને રહેવા મકાન સાથે તમામ સગવડ હું કરી આપીશ.

લાઈટ થી માંડીને રાધંવા ગેસ પંખા ફ્રીજ બેડ સહીત ની તમામ ઘરવખરી સાથે આપનો આજીવન ખાવા પીવા નો ખર્ચ હું ઉઠાવું છું માં તમે ચિંતા ના કરો મને તમારો દિકરો જ સમજજો માવડી ના આખંમા હરખના આંશુ આવી ગયા ખજુર ભાઈ એ તત્કાલીન જેસીબી બોલાવી એ મકાનને પાડીને નવા.

મકાન બનાવવાની કામગીરી હાથ ધરી અને જણાવ્યું કે માં હું તમારું મકાન બનાવ્યા વગર અહીં થી જવાનો નથી ખરેખર ખજુર ભાઈ ની કામગીરી પર લાખો માવડીઓના આર્શીવાદ છે આ દ્રશ્ય જોઈને પણ આંખો ભિની થઈ જાય છે ખજૂર ભાઈએ જણાવ્યું હતું કે જુઓ તમારી પાસે ધન દોલત હોય.

ભગવાન માતાજી એ જો આપને સુખ આપ્યું હોય તમે પણ આવા નિરાધાર લોકોની મદદ જરુર કરજો વાચંક મિત્રો આપને જો ખજુરભાઈ ની કામગીરી પસંદ આવી હોયતો આ પોસ્ટ ને એક શેર જરુર કરજો એમને આવા કામ કરવા પ્રોત્સાહન આપી એમની વિચારધારા દરેક લોકો સુધી પહોંચાડજો એવી વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *