આ દુનિયામાં કેટલા એવા લોકો છે જે ધારે તો પોતાની આવડતથી રાતોરાત કરોડપતિ બની શકે છે પરંતુ આ લોકો ઓછા સમયમાં પૈસા કમાવવાની લાલચ સાથે એવા દેશના અર્થતંત્ર અને દેશની બેંકોમાં એવા ગોટાળા કરતા હોય છે જેને લીધે પૈસા તો મળે પરંતુ તેની સાથે તેમને જેલની સજા પણ ભોગવવી પડતી હોય છે.
દેશમાં આવા કૌભાંડની વાત કરતા જ ઘણા નામ યાદ આવતા હોય છે જેમાં બે મુખ્ય નામ છે હર્ષદ મહેતા અને કેતન પારેખ.આ બંનેની જોડી અને એમને કરેલા k૧૦કૌભાંડ ને ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે.
જો કે હર્ષદ મહેતા પર તો ફિલ્મ બનાવવામાં આવી હોવાના કારણે એના વિશે તો ઘણું જ જાણતા હશો પરંતુ શું તમે કેતન પારેખ વિશે જાણો છો?કેતન પારેખ કોણ છે?કેવી રીતે આખા કૌભાંડનું પ્લાનિંગ કર્યું અને કેટલું દેવું કર્યું?
વાત કરીએ કેતન પારેખ વિશે તો તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે.તેમના પોતાનો સ્ટોક બ્રોકિંગ નો બિઝનેસ હતો.કેતનની પહોંચ એટલી ઊંચી હતી કે તે અમિતાભ બચ્ચન જેવા અભિનેતા તેમજ જાણીતા રાજકીય નેતાઓ સાથે ઓળખાણ ધરાવતો હતો.રિઝર્વ બેન્કમાં પણ તેની સારાસરી હતી.
વાત કરીએ કેતન પારેખ અને શેરબજાર વિશે તો વર્ષ ૧૯૮૦માં તેને નરભેરામ કંપનીથી શેરબજારની શરૂઆત કરી. જે બાદ વર્ષ૧૯૯૦માં તેની મુલાકાત હર્ષદ મહેતા સાથે થઈ. કેતને શેરબજારમાં એક વિશ્વાસુ દલાલ તરીકે ઓળખ ઊભી કર્યા બાદ અમદાવાદની માધવપુરા મર્કેન્ટાઇલ બેંક માં ડાયરેકટર તરીકે જોડાયા.
જે બાદ કેતન કૌભાંડ એટલે k ૧૦ કૌભાંડ હેઠળ આ બેંકને વર્ષ ૨૦૦૧માં તાળું મારવું પડ્યું જેને કારણે બેંકના ૧,૨૦૦ કરોડ રૂપિયા ધોવાઈ ગયા.સાથે જ કેતન પર આ બેંકનું ૧,૬૦૦ કરોડનું દેવું ચડી ગયું. ખબર અનુસાર કેતન પારેખ એ વર્ષ ૨૦૧૬ સુધીમાં બેંકને ૩૯૭ કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે.
જો કે આ બેંક બંધ થયાના ૧ વર્ષ સુધી કેતન પર કેસ નહોતો થઈ શક્યો ઉલટું કેતન છુપી રીતે શેરબજારમાં સક્રિય થઈ ગયો હતો.તેને એક મંડળી બનાવી શેર બજારમાં નુકશાનમાં ચાલતી કંપનીના શેર ખરીદી લીધા. જે શેરની તેઓ અંદરો અંદર લે વેચ કરી લેતા જેથી શેર બજારમાં જે તે કંપનીની નામના વધતી.
આ રીતે તે સસ્તા શેર મોંઘા ભાવે વહેચી દેતા જેને પંપ એન્ડ ડમ્પ કહેવાય છે. કેતન એક સમયે એવી ટેલિકોમ કંપનીઓને હાથમાં લીધી જેમાં લોકો સરળતાથી ફસાઈ જતા.આ કંપનીઓમાં ગ્લોબલ સિસ્ટમ જેના શેર ૮૫ થી ૩૧૦૦એ પહોંચ્યા hfcl ના ૪૨થી ૨૩૦૦એ પહોંચ્યા,ઝી નેટવર્ક ૧૫૦થી ૧૧હજાર શેર થયા.
ખબર અનુસાર બેંક ઓફ ઈન્ડિયામાં લોન લેવા જતા કેતન પારેખનું પાપ બહાર આવ્યું અને બેંકે કેસ કર્યો હતો. જે બાદ તેની ધરપકડ થઈ અને સજા પણ આપવામાં આવી હતી.