હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ સીમા અને સચિનની પ્રેમકહાની વિશે તો તમે જાણતા જ હશો.આ એક એવી કહાની છે જેને દરેક વ્યક્તિને ગદર ફિલ્મની યાદ અપાવી દીધી છે. એક તરફ ભારત પાકિસ્તાન વચ્ચે કટ્ટર દુશ્મની જોવા મળી રહી છે.
તો બીજી તરફ પાકિસ્તાનની જ એક ૨૭ વર્ષીય મહિલા પોતાના ચાર બાળકોને લઈ પ્રેમને ખાતર ભારત આવી ગઈ છે. હાલમાં સીમા અને સચિનની આ પ્રેમકહાની એ લોકોમાં આશ્ચર્ય ઉભુ કર્યું છે સાથે જ સીમાના જાસૂસ હોવાની આશંકા પણ જતાવાઇ રહી છે.
એવામાં સચિનના પિતા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સચિનના પિતાએ જણાવ્યું કે ભલે તેમને કે તેમના દીકરાને ફાંસીની સજા આપવામાં આવે,ભલે કંઈ પણ થાય પરંતુ તેમની વહુ સીમા હવે પાકિસ્તાન નહિ જ જાય.
તેમનું કહેવું છે કે તેમના ગામના લોકો તેમજ આસપાસના ગામના લોકો તેમની સાથે છે તેમને બીજા કોઈના સાથની જરૂર નથી. વાત કરીએ સીમા વિશે તો મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન તેને ભારતમાં તેના સ્વાગત અંગે વાત કરી તેને જણાવ્યું કે પાકિસ્તાન તેનાથી નફરત કરી રહ્યું છે.
પરંતુ હિન્દુસ્તાનમાં તેને સાથ મળી રહ્યો છે.કેટલીક મહિલાઓ દિલ્હી,હરિયાણાથી તેને ગિફ્ટ આપવા તેના ઘરે આવી રહી છે. ઉલ્લેખનિય છે કે સચિનના પિતા સાથે સચિનના દાદા જે ૯૮ વર્ષના છે તે પણ સીમાના આવવાથી ખુશ છે તેમને સીમાનું નામ સખ્તી રાખ્યું છે.