બોલીવુડની લોકપ્રિય જોડી કેટરીના કૈફના અને વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા કપલે શાહી અંદાજમાં રાજસ્થાનમાં લગ્નના ચાર ફેરા ફર્યા હતા ત્યારથી આ બંનેની જોડી ચાહકોની મનપસંદ જોડી બની ગઈ છે જણાવી દઈએ બંને કપલ પોતાના દરેક તહેવાર સાથે ઉજવવાનું નથી ભૂલતા.
પહેલા લોહડી અને વેલેન્ટાઈન સમયે ભલે બંને અલગ અલગ જગ્યાએ શૂટિંગમાં હતા પરંતુ આ તહેવાર આવતાજ બંને એકબીજાના શૂટિંગ જગ્યાએ જઈને તહેવાર મનાવ્યો હતો હાલમાં કેટરીના કૈફ પોતાનું ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ પૂર્ણ કરીને ઘરે આવી છે એવામાં અત્યારે તેઓ આજે હોળી ધુળેટી મનાવતા જોવા મળી.
18 માર્ચ એટલે કે આજના દિવસે કેટરીનાએ પતિ વિકી કૌશલ અને ફેમિલી સાથે પહેલી હોળી ઉજવી જેની ઝલક સામે આવી છે હકીકતમાં કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં કેટલીક હોળી ઉજવતી તસ્વીર તસ્વીર શેર કરી છે અહીં ફોટોમાં એક્ટર કેટરીના પતિ સાસુ સસરા અને દિયર શનિ કૌશલ.
સાથે કલર લગાવેલ જોવા મળી રહી છે પહેલી ફોટોમાં તેઓ વિકી સાથે સસરા વાળાને પોઝ આપી રહી છે જયારે બીજી ફોટોમાં સાસુમા પોતાની વહુને લાડ પ્રેમ કરી રહી છે વિકી કૌશલે પણ આ ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે તેના સાથે બંનેએ ચાહકોને હોળીની શુભકામનાઓ પણ પાઠવી છે કેટરીના કૈફના હોળી ઉજવતા ફોટા કેવા લાગ્યા તમને.