હાલમાં ગુજરાતમાં લૂંટના અનેક બનાવો વધી રહ્યા છે પોલીસ પણ તેવા બનાવો રોકવાની પુરી કોશિશ કરી રહી છતાં આ ઘટનાઓ વધી રહી છે હાલમાં જ એવી ઘટના કંઈક અમદાવાદમાં બની છે અમદાવાદમાં રથયાત્રા યોજાય પહેલા જ લૂંટની મોટી ઘટના બની છે હકીકતમાં શહેરમાં આવેલ એક આંગડિયા પેઢીમાંથી.
હોસ્પિટલનો એક કર્મચારી રૂપિયા 12 લાખ લઈને નીકળ્યો હતો ત્યારે કેટલાક લૂંટારુએ કર્મચારીની એકટીવાને પોતાનું વાહન અથડાવિને જગડો કર્યો હતો ત્યારબાદ લૂંટારુઓ 12 લાખની મતા લઈને ફરાર થઈ ગયા હતા આ વાતની જાણકારી પોલીને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
એલીબ્રીજમાં એક ખાનગી હોસિપીટલમાં નોકરી કરતો એક કર્મચારી અમદાવાદના નવરંગપુરામાં આવેલ એક આંગડિયા પેઢીમાંથી 12 લાખ અને 94 હજાર લઈને આવી રહ્યો હતો ત્યારે લૂંટની ઘટના બની હતી લૂંટનો ભોગ બનેલ ધર્મેશભાઈએ પોલીસને જાણ કરી હતી લુંટારાઓ પણ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેશભાઈ જ્યારે આંગડિયા પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળ્યા ત્યારે એમની રેકી કરવામાં આવી અને અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને બોલાચાલી કરી હતી એ દમિયાન બાઈક પર આવેલ 2 વ્યકિતઓ હાથમાંથી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા છે અહીં આ મામલે પોલીસે વધ તપાસ હાથ ધરી છે.