Cli
ગમન ભુવાજી ના ઘરે સાથંલ ગામે માતાજીના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે જીગ્નેશ કવિરાજ પત્ની સાથે પહોંચ્યા, જુઓ સુંદર તસ્વીર..

ગમન ભુવાજી ના ઘરે સાથંલ ગામે માતાજીના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે જીગ્નેશ કવિરાજ પત્ની સાથે પહોંચ્યા, જુઓ સુંદર તસ્વીર..

Breaking

ગુજરાતમાં ભુવાજી તરીકે ખૂબ જ નામના ધરાવતા ગુજરાતી ફેમસ લોકપ્રિય લોકસિગંર ગમન સાથંલ ના ઘેર સાથંલ ગામે દિપો માં અને ગોગા મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા નો શુભ પ્રસંગ યોજવામાં આવ્યો હતો ગમન સાંથલ માતાજી ના પરમ ઉપાસક છે તેઓ ધાર્મીક લાગણીઓ ને હંમેશા મહત્વ આપી ધાર્મીક કાર્યો સાથે સંકળાયેલા રહે‌ છે.

પોતાની કારકિર્દી ની સફળતા માટે તેઓ હંમેશા દિપો માં ને જ જવાબદાર માની હંમેશા પોતાના કોઈ‌પણ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાની જમાવટ કરતાં પહેલાં માં દિવસોની સ્મુતી કરીને જ માતાજી નું નામ લેતા જ પ્રારંભ કરે છે માતાજીના આ રુડા અવસરમાં ગુજરાતના નામી અનામી કલાકારો હાજર રહ્યા હતા રબારી સમાજ ના આગેવાનો સહીત.

માતાજીના ઉપાસકો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું દિપો માં અને ગોગા મહારાજ નાં પ્રાણ પ્રતિષ્ઠા ના અવસરે ગામ આખાય ને જમવાનું નિમત્રણ આપી સાથંલ ગામને ફુલો થી સજાવવામા આવ્યું હતું માતાજી નો યજ્ઞ હવન યોજવામાં આવ્યો હતો આ દરમિયાન ગુજરાતી લોકપ્રિય કલાકાર જીગ્નેશ બારોટ પોતાની પત્ની સાથે.

ગનમ ભુવાજી ના આમંત્રણ ને માન આપીને માતાજીના પ્રાણપ્રતિષ્ઠા અવસરે દર્શન કરવા આવેલા હતા જીગ્નેશ બારોટે તેમની પત્ની સાથે માતાજીની પુજા અર્ચના કરીને યજ્ઞમાં આહુતી આપી હતી જે દરમિયાન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં જીગ્નેશ કવિરાજ તેમની પત્ની સાથે યજ્ઞમાં આહુતિ આપતા જોવા મળે છે.

તો તેમની બાજુમાં ગમન ભુવાજી પણ તેમની પત્ની સાથે બેઠેલા જોવા મળે છે હાથમાં તાંબાની લૂંટી લઈને તે માતાજી ની પ્રતિમા પર અભિષેક કરી રહ્યા છે તો પત્ની સાથે બીજી તસવીરમાં તેઓ ફળોની ટોકરી લઈને માતાજીને અર્પિત કરતા થાળ ધરાવતા જોવા મળે છે ગમન ભુવાજી એક સામાન્ય પરિવારમાં થી આજે.

માતાજીની કૃપાથી આગળ આવ્યા હોવાથી માતાજીને સર્વોપરી માને છે પોતાના નામ પાછડ તેઓ ગામનું નામ સાથંલ લગાવે છે તેઓ માત્ર ધોરણ 10 સુધી જ ભણેલા છે પોતાના અભ્યાસ દરમિયાન તેમના પિતાનું નિધન થતા ઘરની તમામ જવાબદારી તેમના માથે આવી ગઈ હતી જેના કારણે તેમને અભ્યાસ છોડી દીધો હતો.

અને નોકરી કરવાનું વિચાર્યું હતું તેઓ માત્ર મહિને 3 હજાર માં નોકરી કરતા હતા તેમને પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરેલો છે તેઓ શરૂઆતમાં અમદાવાદમાં ફાઇનાન્સમાં અને એક ડ્રાઈવર તરીકે પણ નોકરી કરતા હતા નાનપણથી તેઓ માતાજીના રમેલના પ્રસંગે ભાગ લેતા હતા અને તેઓ નો અવાજ લોકો ખૂબ જ પસંદ કરતા હતા માતાજીની કૃપા થઈ અને પારિવારિક.

માતાજીના ભુવાજી તરીકે તેઓ સામે આવ્યા ખૂબ જ અનોખા અંદાજમાં તેઓ માતાજીની રમેલ ગાવા લાગ્યા જેના કારણે તેમની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધવા લાગી અને તેઓ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના પ્રોગ્રામ પણ કરવા લાગ્યા તેમના ગુજરાતી ગીતો પણ લોકો ખૂબ જ પસંદ કરે છે તેઓ પોતાના અવાજના કારણે આજે ખૂબ જ અનોખું સ્થાન ધરાવે છે

તેમને પોતાના જીવનમાં તમામ સપનાઓ પૂરા કર્યા આજે તેઓ વૈભવી ઠાઠથી જીવન વ્યતીત કરે છે મહિને લાખોમાં તેમની આવક છે અને તે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં ફરે છે ગમન સાંથલ બે દિકરીઓ અને એક દિકરાના પિતા છે પોતાના દરેક શુભ કાર્યની શરૂઆત તે માતાજીના નામથી જ કરે છે તેઓ માં દિપોનુ ગોગા મહારાજ નુ ભવ્ય મંદિર બનાવવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *