લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા જેઠાલાલ નુ પાત્ર ભજવી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા અભિનેતા દિલીપ જોશી તાજેતરમાં મહિલા દિવસના ખાન દિવશે મુંબઈ માં મુક્તા મહીલા સામાજીક સંગઠન દ્વારા યોજાયેલ વુમન ડે માં હજારો દિકરીઓ અને મહીલાઓ ને પ્રોત્સાહન આપવા અને તેમના.
આમંત્રણ ને માન આપીને પહોંચ્યા હતા સ્ટેજ પર તેમને જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર થી શરૂઆત કરી હતી તેમને તેમને જણાવ્યું હતું કે ખૂબ જ સારું કાર્ય મુક્તા સંસ્થા કરી રહી છે ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું કે તેમને આગળ વધવા માટે ખૂબ સહાયતા કરે સાથે તમામ દીકરીઓને પણ જણાવું છું કે મહિલા.
સશક્તિકરણ ના દરેક કાર્યમાં સહભાગી બને અને તેમના માતા પિતાને પણ વિનંતી કરું છું કે દીકરીઓને અભ્યાસ માટે હંમેશા પ્રોત્સાહિત કરે નારી શક્તિ જિંદાબાદ છે જ્યારે દિલીપ જોશી ને એવું પૂછવામાં આવ્યું કે થોડા સમય પહેલા તમારી દીકરીના લગ્ન હતા એ સમયે તમારી પત્ની એ સફેદ વાળ અને કલર કર્યા વિના.
આ લગ્નમા સાદાઈ માં જોવા મળ્યા હતા એ વિશે જણાવો ત્યારે દિલીપ જોશી એ જણાવ્યું હતું કે મારી પત્ની હંમેશા મીડિયાથી દૂર રહે છે પરંતુ આ વખતે તે મીડિયા માં આવી ગઈ પરંતુ તેનો એવો ઉદ્દેશ્ય નહોતો તેને મને જણાવ્યું હતું કે મારે મારા વાળને કલર કરવા નથી હું જેવી છું એવી જ દેખાવા માગું છું કે દિલીપ જોશી એ.
જણાવ્યું કે દરેક વ્યક્તિને જેવો છે તેવા જ દેખાવા જોઈએ તેને ઈચ્છા હતી કે હું મારા વાળને કલર ના કરું તો તેને કોઈએ રોકી નહીં અમે અભિનેતા છીએ તો અમારે દરેક પ્રકારનો વેશ ભજવવો પડે છે પરંતુ વાસ્તવિક જીવનમાં અમે જેવા છીએ તેમ જ દેખાઈએ છીએ અને દરેક વ્યક્તિએ તેવુ જ દેખાવું જોઈએ આગળ વાત કરતા તેમને જણાવ્યું કે મહિલા.
સશક્તિકરણ એટલા માટે જરૂરી છે કે ઘણીવાર એવું બને છે કે અમે શૂટિંગ દરમિયાન સાથે જતા હોઈએ છીએ જેમાં બે ચાર મહિલાઓ પણ હોય છે ટોળામાં લોકોને એવું લાગે છે કે આપણે કોઈ મહિલાની છેડતી કરીએ ટક્કર મારીએ કોણ જુએ છે અહીંયા પરંતુ જો અમારી નજર પડી જાય છે તો એને બધાની વચ્ચે પકડી અને પૂછીએ.
છીએ કે તે શા માટે કોઈ મહિલાને દીકરીને ટક્કર મારી અને દરેક દીકરીને હું એ જ કહેવા માગું છું કે તમને ક્યારેય કોઈપણ વ્યક્તિ હેરાન કરે કે છેડતી કરે તો એને જાહેરમાં બધા લોકોની સામે લાવી અને સબક શીખવાડો એ જરૂરી છે એ સાચું મહિલા સશક્તિકરણ છે એ જ નારી શક્તિ છે આજે મારી પણ દિકરી છે તમારી પણ છે દિકરીઓ જાગૃત બને અને એવા.
અસામાજીક લોકોને જાહેરમાં જ સબક શીખવે નારી શક્તિ ની આ તાકાત છે દિલીપ જોશી એ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે આવા સારા કાર્યમાં હું સહભાગી બન્યો હું આપની વચ્ચે તમે મને આમંત્રીત કર્યો એ બદલ હું આપનો આભાર માનું છું દિલીપ જોશી ના આ શબ્દો સાભંડી તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવામાં આવ્યા હતા