મતલબ આ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે જેકલીન સલમાન ખાનના નામ પર જૂઠું બોલીને એવી હરકત કરશે એવું સલમાને સપનામાં પણ નહીં વિચાર્યું હોય મહાઠગ સુકેશથી કરોડોના ગિફ્ટ લઈને જેકલીન ફસાયેલ છે ઇડી તેની સામે તપાસ કરી રહી છે ઇડીએ જેકલીનનો પાસપોર્ટ જપ્ત કરેલ છે અને વિદેશ જવા પર પ્રતિબંધ લગાવેલ છે.
જેકલીને હાલમાં કોર્ટમાં અરજી કરી કે તેને વિદેશ જવા માટે પરમિશન આપવામાં આવે જેકલીને પોતાની અરજીમાં કહ્યું સલમાન ખાન નેપાળમાં દબંગ ટુરમાં જઈ રહ્યા છે અને તેઓ હંમેશાથી આ પ્રવાસનો ભાગ રહી છે એટલે એમને સલમાન સાથે નેપાળ જવાની અનુમતિ આપવામાં આવે પરંતુ જયારે ઇડીએ આ પ્રવાસ વિશે તપાસ કરી તો એમના હોશ ઉડી ગયા.
જેકલીને પોતાની અરજીમાં સિડ્યુલ જણાવતા કહ્યું હતું કે તેને 17 થી 22 મેં સુધી આઈફા માટે અબુધાબીની યાત્રા તેના બાદ તેઓ કાંસ ફેસ્ટિવલમાં ભાગ લેવા ફ્રાન્સ જશે અને આખરે તેઓ 27 અને 28 મેના રોજ સલમાન સાથે દબંગ પ્રવાસ માટે નેપાળ જશે પરંતુ જયારે ઇડીએ આ પ્રવાસની તપાસ શરૂ કરવાનું શરૂ કર્યું.
અમર ઉજાલાની રિપોર્ટ મુજબ ઇડીએ કોર્ટમાં કહ્યુંકે જે આઈફા માટે જેકલીન 17 થી 22 મેં સુધી અબુધાબી જવા માંગે છે એતો જૂન સુધી સ્થગિત થઈ ગયું છે અને સલમાન ખાને પણ તેની કોઈ દબંગ ટુરનો હિસ્સો જ નથી બનાવી એટલે કે સલમાનના નામનો સહારો લઈને જેકલીન નેપાળ જઈ રહી હતી અને જેકલીન નેપાળથી ફરાર થતી તો સલમાનને લેવાના દેવા થાત.