મુંબઈમાંથી અત્યારે એક મોટી ખબર આવી રહી છે સૂરજ પંચોલીએ કોર્ટમાં જીયા ખાનની માંની ધરપકડ કરવાની માંગ કરી છે સૂરજ પંચોલી તરફથી કહેવામાં આવ્યું છેકે જીયા ખાનની માં સામે બિન જામીનપાત્ર વોરંટ કાઢવામા આવે સૂરજે કહ્યું કે જીયાની માં રબીયા ખાન કોર્ટમાં હાજર નથી થઈ રહી જેને લઈને કામમાં મોડું થઈ રહ્યું છે.
સૂરજ પંચોલી ઉપર પોતાની ગર્લફ્રેન્ડ જીયા ખાનને ખુદખુશી કરવા માટે ઉપસાવવાંનો આરોપ છે જીયા ખાને 3 જૂન 2013 ખુશખુશી કરી લીધી હતી સૂરજના વકીલે કોર્ટમાં કહ્યું કે રબીયા સબૂતના રૂપે હાજર થવા માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેઓ હાજર નથી થઈ રહી વકીલે કહ્યું કે તેઓ દરેક વખતે કંઈકને કંઈક કારણ આપીને કોર્ટમાં હાજર નથી થઈ રહી.
તેઓ આ કેસની મુખ્ય ફરિયાદકર્તા છે અને તેઓ હવે તે કોર્ટમાં આવીને પોતાનું બયાન નથી આપી રહી કોર્ટ રાવ્યાને 2 વાર બોલાવી ચુકી છે પરંતુ રાબિયાએ પહેલીવાર ઇન્ટરનેટ નથી ચાલતું તેવું કારણ બતાવ્યું અને પછી બીજીવાર કહ્યું કે લંડનમાં તેના ઘરમાં પાણી ભરાઈ ગયું છે જિયાના નિધન બાદથી રાબિયા લંડનમાં જ રહે છે.
જીયા ખાનની માં પોતાની પુત્રીને ન્યાય અપાવવા એકલી લડી રહી છે જીયાએ નાની ઉંમરે બોલીવુડમાં ખુબ નામ કમાઈ લીધૂ હતું પરંતુ 25 વર્ષની ઉંમરે તેણે ખુદખુશી કરી લીધી હતી જિયાના મોતનો આરોપ સૂરજ પર લાગ્યો તેના કારણે સુરજે જેલમાં પણ જવું પડ્યું હતું આ મામલાની તપાસ દિવસે ધીવસે ધીમી પડતી જઈ રહી છે.