દેશભરમાંથી અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવતા રહે છે એક નાની એવી રસ્તા પરની ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે ઘણા અકસ્માતમાં વાહન ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા જોવા મળે છે તો ઘણીવાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની અને પોતાનો જીવ ગુમાવતા પણ જોવા મળે છે એવી જ ઘટના તાજેતરમાં સામે આવી છે.
જેમાં રાજકોટના એક કોળી સમાજના આગેવાન અને ભાજપના નેતા ના પુત્રનું કમ કમાટી ભર્યું અકસ્માતમાં મો!ત નીપજ્યું છે સમગ્ર ઘટના અનુસાર રાજકોટ સંત કબીર રોડ પરના નંદુબાગ સોસાયટી માં રહેતા ભાજપના દિગ્ગજ નેતા અને કોળી સમાજના આગેવાન રમેશભાઈ પરમાર નો 31 વર્ષના દીકરા વિમલ પરમાર કોઈ કામ અર્થે
પોતાના મિત્રો સાથે અમદાવાદ ગયા હતા આ સમયે તેમનો ગંભીર અકસ્માત થયો હતો અમદાવાદ રાજકોટ હાઇવે પર લીંબડી નજીક તેમની કાર અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હાઇવે થી નીચે ઉતરી ગઈ હતી અને રસ્તાની બાજુમાં આવેલા નાળામાં ખાબકી હતી વિમલ પરમાર અને તેમનો મિત્ર જીગ્નેશ આ ગાડીમાં સવાર હતા.
ત્યારે જીગ્નેશ આ ગાડીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો પરંતુ વિમલ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા વિમલ પરમાર મોંઘીદાટ ગાડીઓના શોખીન હતા તેમની પાસે ઘણી બધી લક્ઝરીયુસ ગાડીઓ હતી અને પોતાના કલેક્શનમાં તેઓ વધારો કરવા માટે એક નવી ગાડી ખરીદવા માટે અમદાવાદ જઈ રહ્યા હતા.
પરંતુ આ ગંભીર અકસ્માત સર્જાતા તેમનું કરુણ નિધન થયું હતું સમગ્ર વિસ્તારમાં આ ઘટના બાદ દુઃખની લહેર પ્રસરી જવા પામી હતી કોળી સમાજમાં શોકની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તેઓ એક યુવા આગેવાન હતા અને સમાજના કાર્યો માં હંમેશા સામાજીક સંગઠનોની પડખે ખડે પગે રહેતા હતા ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના ઓમ શાંતિ.