Cli

ઇઝરાયલ ઈરાનની પરિસ્થિતિમાં ત્યાં રહેતા લોકોએ શું ધ્યાન રાખવાનું છે, ભારત સરકાર શું કરશે?

Uncategorized

અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે અત્યારે તણાવની સ્થિતિ છે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે જ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ આવી અને જાહેરાત કરી કે હવે ઇમર્જન્સી જાહેર કરીએ છીએ અમે ઇમર્જન્સી જાહેર કરવા પાછળનું કારણ એ કે ઈરાનની રાજધાનીમાં તહેરાનમાં એક પછી એક ધડાકા થયા અને ઇઝરાયેલે કરેલા હુમલાના ધડાકા હતા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની શરૂઆત થઈ આ હુમલાને પગલે ભારતના લોકો જે ત્યાં રહી રહ્યા એ બધાને પણ અત્યારે એક એડવાઇઝરી આપી દેવામાં આવી છે

આ હુમલો માત્ર ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનું કે યુદ્ધ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનું નથી આ યુદ્ધમાં અમેરિકા પણ છે. પહેલા ભારતના નાગરિકોને શું એડવાઇઝરી આપી છે એની વાત કરીએ તો ભારતના નાગરિકોને જે એડવાઇઝરી આપવામાં આવી છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં જેટલા પણ ભારતીયો રહે છે એ એકદમ સાવચેત અને સતર્ક થઈને રહે. ઇઝરાયેલ સરકાર અને ત્યાના જે પણ લોકો જે નિર્દેશ આપે છે એનું સંપૂર્ણપણે પાલન કરે.

તમારા ઘર અથવા ઓફિસ નજીક બનેલા સુરક્ષિત શેલ્ટર એટલે જે સુરક્ષિત સ્થળ છે ત્યાં જ તમે રહો તમે બીજે ક્યાંય ન જાવ. હાલ પૂરતું ઇઝરાયેલની અંદર બિનજરૂરી મુસાફરી ટાળો સ્થાનિક સમાચાર અને સરકારી એલર્ટ જે પણ હોય એને એકદમ ધ્યાનથી સાંભળો અને એનું અનુકરણ કરો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં દૂતવાસની 24 કલાકની હેલ્પલાઈન એટલે ત્યાના લોકો માટે એક હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવ્યો છે જે તમને સ્ક્રીન પર દેખાતો હશે તમે એને સંપર્ક કરી શકો છો.

એક ઈમેલ એડ્રેસ પણ આપવામાં આવ્યું છે જો ઇમર્જન્સીના કેસમાં ત્યાં ફોન નથી લાગતા સર્વિસ બંધ થઈ જાય છે તો તમે મેલ પણ કરી શકો છો દૂતવાસ અત્યારે આખી પરિસ્થિતિને એકદમ નજીકથી બધી જ માહિતીઓ સાથે જોઈ રહ્યું છે અને જે પણ જરૂરી માહિતી હશે એ આગળ જતા ફોલો કરતા રહેશે એવી વાત લખવામાં આવી છે અને આ માત્ર ભારતના માટે જ નથી કરવામાં આવ્યું એટલે અલગ અલગ બીજા જેટલા પણ દેશો છે બધાએ આવી એડવાઇઝરી જાહેર કરી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જેમ જ આ યુદ્ધની શરૂઆત થઈ તરત જ એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર 8 મિનિટનો વિડીયો મૂક્યો જેમાં એમણે સ્પષ્ટ એવું કહ્યું છે કે ઈરાન પર જે હુમલો થયો છે એમાં અમેરિકા પણ શામેલ છે. એટલે ઇઝરાયેલ અને અમેરિકાએ ભેગા મળી અને ઈરાન પર હુમલો કર્યો છે.

આ યુદ્ધની પરિસ્થિતિ છે અને ડોનલ્ડ ટ્રમ્પે 8 મિનિટના એ જે વીડિયોમાં કહ્યું છે એમાં સ્પષ્ટ એવું કહ્યું છે કે ઈરાને આપણને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. આગળ જતા આપણને વધારે નુકસાન ન પહોંચાડે એના માટે આ ખૂબ જરૂરી હતું. બાકી આ યુદ્ધની પરિસ્થિતિ છે ઇઝરાયેલ અને ઈરાન ઈરાન પણ હવે સામેથી જેટલા પણ વાર કરવાના હોય એ બધા કરી રહ્યા છે એટલે આ એકદમ નેશનલ ઇમર્જન્સી જે કહેવાય એ સ્થિતિ થઈ ગઈ છે. ઇઝરાયેલે કરેલા 30 હુમલાની સામે ઈરાને પણ હવે શરૂઆત કરી દીધી છે હુમલા કરવાની આગળ જે પણ અપડેટ આને લઈને આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *