ઉજ્જૈન મહાકાલ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે હજારો ભાવિકો મહાકાલ મંદિરમાં પોતાની મનની મનોકામનાઓ ઈચ્છાઓ પૂરી કરવા ની કામના કરી ઉજ્જૈન મહાકાલ મંદિરના સાનિધ્યમાં આવતા જોવા મળે છે પ્રકૃતિ ના અનોખા વાતાવરણ માં ઉજ્જૈન મહાકાલ નું મંદિર આવેલું છે તાજેતરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ.
વચ્ચે વન ડે મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય ટીમે બે મેચમા ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવ્યો છે અને હવે ત્રીજી મેચ ઈન્દોર માં આયોજિત છે એ સમયે ભારતીય ટીમના ખેલાડીઓ ઉજ્જૈન મહાકાલ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા મહાકાલ મંદિરમાં તેઓ ભગવા રંગના કપડાઓ પહેરીને ગળામાં માળા અને કપાળમાં.
ભભુતી લગાવીને ટીલક કરીને મહાકાલ મંદિરમાં પુજા અને આરતી માં જોવા મળ્યા હતા નતમસ્તક વંદન કરતી કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં સુર્યકુમાર યાદવ વોશિંગ્ટન સુદંર કુલદિપ યાદવ પણ જોવા મળ્યા હતા ભક્તિમય વાતાવરણ માં તેઓ આરતીમાં લીન થયેલા જોવા મળ્યા હતા તેમને મહાકાલ મંદિરમાં.
ખુબ લાંબો સમય વિતાવ્યો હતો આરતી બાદ મહાકાલ નો જયકાર બોલાવી જળ અભિષેક કરીને પંડીતજી ના આશીર્વાદ મેળવીને મિડીયા સાથેની વાતચીતમાં સુર્ય કુમાર યાદવે જણાવ્યું હતું કે મહાકાલ ના સાનિધ્ય આવતા મન પ્રફુલ્લિત થઈ ગયું અમને ઘણું સારું લાગી રહ્યું છે મંદીર મા આવીને અમે માત્ર.
અમારા માટે નહીં પરંતુ અમારા મિત્ર રીષભં પતં ની સાજા થવાની પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ મહાકાલ ને પ્રાથના કરી કે રીષભ પતં જલ્દી સ્વસ્થ થઈ જાય તેનું પરત ફરવું એ અમારા માટે ખુબ જરૂરી છે સાથે ન્યુઝીલેન્ડ સામેની મેચની વાતચીત માં જણાવ્યું કે મહાકાલ ની કૃપા થી ન્યુઝીલેન્ડ સામે અમે ફાઈનલ મેચ પહેલા જ.
સિરીઝ જીતી ગયા છીએ હવે ફાઈનલ ની રાહ છે એ પણ જીતી લેશુ રીષભ પંત જેઓનો કાર અકસ્માત થયો હતો તેઓ મુંબઈ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે તેમની તબીયત માં સુધાર આવી રહ્યો છે તેમના માટે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રાથના કરતા ઉજ્જૈન મહાકાલ મંદિરમાં જોવા મળ્યા હતા.