ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવીક ફરી એકવાર લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે આ પહેલા હાર્દિક અને નતાશાએ 31 મે 2020 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા અને તેઓ દિકરા અગસ્ત્યા ના માતા પિતા પણ બની ચુક્યા છે પરંતુ તેઓ પારંપરિક રીતી રિવાજ અનુસાર લગ્ન બંધનમાં જોડાવા માગે છે.
જેના કારણે તેઓ આવનારી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના રોજ રાજસ્થાન ઉદેપુર રેબલ્સ હોટેલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે આ લગ્નની તૈયારીઓ બે દિવસ થી ચાલી રહી છે અને 15 ફેબ્રુઆરી સુધી લગ્નનો કાર્યક્રમ ચાલુ રહેશે જેમાં હલ્દી મહેંદી અને સંગીતના કાર્યક્રમ પણ યોજાશે લગ્ન માટે હાર્દિક અને નતાશા પોતાના.
પરિવારજનો સાથે ઉદેપુર પહોંચી ગયા છે તેમના પરિવારજનો સાથે ઇન્ડિયન ક્રિકેટર ઈશાન કિશન પણ ઉદેપુર પહોંચ્યો છે સર્બીયા ની મોડેલ નતાશા સ્ટેન કોવીક નચ બલિયે સીઝન 9 માં પોતાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોની સાથે આવેલી હતી જેમાં હાર્દિક પંડ્યા પણ હાજર હતા અલી ગોની ને છોડીને નતાશા હાર્દિક પંડ્યા ના પ્રેમમાં પડી હતી.
અને અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી એક જાન્યુઆરી 2020 ના રોજ બંનેએ સગાઈ કરી લીધી હતી જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા ત્યારબાદ લગ્નના ચાર મહિના બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાના માતા પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી 30 જુલાઈ ના રોજ તેમને દીકરાનો જન્મ થયો છે.
એવી ખુશી વ્યક્ત કરતા પોતાના ચાહકોને જાણકારી આપી હતી આ દરમિયાન ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના માતા પિતા અને મિત્રો સાથે પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માગે છે તેમણે જ્યારે કોર્ટ મેરેજ થયા ત્યારે તેમના માત્ર બે થી ત્રણ મિત્રો જ હાજર રહ્યા હતા તેઓ પણ અન્ય સેલિબ્રિટી ની જેમ રાજસ્થાનમાં લગ્ન કરવા માંગે છે.