એક પુત્ર જે ક્યારેક પોતાના પુત્રને ખભા પર બેસાડીને ફેરવતો હતો એ પિતાને ક્યાં ખબર હતી કે તેઓ પોતાના જીગરના ટુકડાનો મૃતદેહને ખભા પર આ રીતે ખુલ્લા રોડ પર ઉઠાવવવા મજબુર થશે ઓડિસાના રાયગઢા જિલ્લામાંથી એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં 41 વર્ષના એક વ્યક્તિ.
પોતાના 9 વર્ષના પુત્રના મૃતદેહને પોતાના ખભા પર લઈને જઈ રહ્યો છે વીડિઓએ લોકોના દિલોને ભાવુક કરી દીધા છે હકીમતમાં રાયગઢા જિલ્લામાં હરિજનશાહી મહોલ્લામાં રહેતા સુરધર બેનિયાનો 9 વર્ષનો પુત્ર આકાશ કેટલાય સમયથી બીમારીથી પીડિત હતો ગયા દિવસોમાં આકાશની હાલત ગંભીર થઈ ગઈ.
તો સુરધર જલ્દી પુત્રને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યો હતો ત્યારે હાજર ડોક્ટરે જણાવ્યું જે આકાશનું નિધન થઈ ગયું છે સુરધીર અને પિરવાને આશા હતી કે હોસ્પિટલથી બાળકના મૃતદેહને ઘરે લઈને એમ્બ્યુલંન્સ હશે પરંતુ કલાકો રાહ જોયા બાદ હોસ્પિટલમાંથી કોઈ વાહનની વ્યવસ્થા ન કરાઈ આખરે સુરધરે પુત્રના મૃતદેહને ખભા પર ઉઠાવી લીધો.
અને પરિવાર સાથે ઘરે નીકળી પડ્યો તેની પાછળ આકાશની માં રડતા ચાલી રહી હતી વિડીઓમાં જોઈ શકાય છેકે સુરધર દોઢ કિલોમીટર ચાલીને પુત્રનો મૃતદેહ લઈને ઘરે પહોંચ્યો સુરધરે જણાવ્યું કે વાહન વ્યવસ્થા માટે તેમણે ટીએચએચ નો સંપર્ક કર્યો હતો છતાં સુવિધા ન મળી જયારે હોસ્પિટલે તમામ આરોપો નકાર્યા છે.