ગુજરાતી ફિલ્મોની ફેમસ અભિનેત્રી જે રાધા ના નામે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તે મમતા સોની તેમનો જન્મ 17 મી ડીસેમ્બર 1985 ના રોજ થયો તેમનું મુળ વતન રાજસ્થાનનુ અજમેર છે પરંતુ વર્ષોથી તેમનો પરિવાર ગુજરાતના જૂનાગઢમાં રહે છે નાનપણથી મમતા સોની ને ડાન્સ કરવાનો ખુબ શોખ હતો જામનગર ડાન્સ સ્પર્ધા માં.
તેમને ભાગ લીધો જ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના જાણીતા કેમેરામેન સુનિલ વાઘેલા પણ ત્યાં ઉપસ્થિત હતા મમતા સોની નો ડાન્સ તેમને ખૂબ જ પસંદ આવતા તેમને ફિલ્મોમાં અભિનય કરવા માટે મમતા સોની ને ઓફર કરી મમતા સોની ના પિતા આર્મીમાં એન્જિનિયર છે તેમની બહેન રાની સોની સિગંર છે મમતા સોની પોતાની.
બહેન સાથે સાયરી અને ડાન્સ ઓરકેસ્ટા માં કરતા મમતા સોનીએ પોતાની 14 વર્ષની ઉંમરમાં સ્ટેજ પર શાયરી બોલવાની શરૂઆત કરી હતી પોતાની 18 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય કરવાની શરૂઆત કરી સાલ 2006 માં પ્રખ્યાત નિર્માતા કાંતી દેવની તરસી મમતા થી મમતા સોની એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.
અભિનય ની શરૂઆત કરી પરંતુ આ ફિલ્મ થી તેમને કોઈ ઓળખ ના મળી એ જ વર્ષે 20 ઓક્ટોબર માં રીલીઝ થયેલી ફિલ્મ એક વાર પીયુને મળવા આવજે મા ગુજરાતી સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર સાથે કામ કર્યું આ ફિલ્મ ઉત્તર ગુજરાત મધ ગુજરાતમાં ખુબ સુપરહીટ સાબીત બની અને મમતા સોની રાધાના નામે.
ખુબ લોકપ્રિય બની માત્ર ગુજરાતમાં નહીં પરંતુ રાજસ્થાન માં પણ આ ફિલ્મ લાંબો સમય થીયેટરો માં ચાલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મમતા સોની 15 વર્ષથી વધારે સમયથી કામ કરી રહી છે જેમાં મમતા સોની ની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથેની રહે છે દર્શકો હંમેશા મમતા સોની ને વિક્રમ ઠાકોર સાથે જોવી ખૂબ પસંદ કરે છે.
વિક્રમ ઠાકોરની ઘણી ફિલ્મોમાં અભિનેત્રીનું નામ હંમેશા રાધા જ રહ્યું છે જેનાથી મમતા સોની ને પણ રાધા ના નામે ઓળખવામાં આવે છે થોડા સમય પહેલા જ ફિલ્મ બેવફા સાજણ આવી હતી જેમાં મમતા સોનીએ એક્સન સીન પણ આપ્યા હતા મમતા સોનીએ 27 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી મુખ્ય ફિલ્મોના.
નામ જોઈએ તો તને પારકી માનું કે માનું પોતાની રાધા ચુડલો પહેરજે મારા નામનો પ્રેમી ઝુકયા નથી અને ઝુકશે નહી આખા જગથી નીરાળી મારી સાજણા કોણ હલાવે લીંબડી અને કોણ જુલાવે પીપડી જગ જીતે નહિ અને હૈયુ હારે નહી એક રાધા એક મીરા અને તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ રખેવાળ જેવી.
ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય અને શાનદાર અંદાજથી મમતા સોની એ ખુબ લોકચાહના પ્રાપ્ત કરી છે મોટાભાગની ફિલ્મો તેમની વિક્રમ ઠાકોર સાથેની રહી છે તેમના સફળ અભિનય કેરીયર માં વિક્રમ ઠાકોર નું ખુબ યોગદાન રહ્યું છે આ સાથે મમતા સોની એ એક હિન્દી ફિલ્મ 5 રાજસ્થાની.
ફીલ્મ અને મરાઠી ફિલ્મો માં પણ અભિનય કર્યો છે ફિલ્મો ઉપરાતં મમતા સોની મોડેલીગં અને વિડીઓ આલ્બમ માં પણ કામ કરે છે થોડો સમય પહેલા હિતું કનોડિયા સાથે મમતા સોની નું રિલીઝ થયેલું ગીત સાજન તારા સંભારણા ખૂબ જ હિટ રહ્યું હતું તેને યુ ટ્યુબ પર ધુમ મચાવી હતી.
પોતાના અભિનય કેરિયરની સાથે દેશ વિદેશમાં મમતા સોની સ્ટેજ શોના પ્રોગ્રામ પણ કરે છે પોતાની સાયરી અને અનોખા અંદાજ થી લોકોના દિલમાં અનોખું સ્થાન ધરાવે છે મમતા સોની ને પોતાના સફળ અભિનય માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે ગુજરાતી શ્રેષ્ઠ અભિનેત્રી નો પણ પુરસ્કાર તેમને.
આપવામાં આવ્યો છે તેઓ હાલ ગાંધીનગર માં રહે છે થોડા સમય પહેલા મમતા સોની એ મોંઘીદાટ ઓડી ક્યુ3 કાર ખરીદી હતી જેની કિંમત 45 લાખ રૂપિયા છે તેની તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી આજે પણ મમતા સોની અભિનય કેરિયર સાથે સંકળાયેલી છે ચાહકોમાં તે અનમોલ સ્થાન ધરાવે છે.