ભારત અને પાકિસ્તાનની જમીની સરહદમાં તો એકબીજા ઘુસી શકતા નથી પરંતુ ભારતના ગુજરાત અને પાકિસ્તાનના દરિયા કિનારે વસતા માછીમારી ના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા બધા એવા પણ લોકો છે જેવો આજીવિકા માટે ઘણીવાર પોતાની હોળી કે બોટ લઈ અને પાકિસ્તાનના વિસ્તારમાં અજાણે જતા રહેતા હોય છે.
અને તેમને બંધીવાન બનાવવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભામાં આપેલી સરકારે માહિતી અનુસાર આજે પણ સરકારી આંકડા મુજબ 560 નિર્દોષ માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે જેમનો કોઈ જ વાંક નથી એ છતાં પણ તેમને કેદ કરવામાં આવ્યા છે આ સાથે પાકિસ્તાની મરીને છેલ્લા બે વર્ષમા 274 એટલે કે 49 ટકા માછીમારો ને પકડ્યા છે.
ઘણીવાર સરકાર ના પ્રત્સાવ થી કેટલાક માછીમારોને છોડવામાં પણ આવ્યા છે એવા માછીમારો ના પરીવારજનો સાથે વાતચીત કરતા તેમને પાકિસ્તાની મરીન થી ઝડપાઈ જેલ માં વિતાવેલો સમય અને વાઘા બોર્ડર થી પરત ફર્યા સુધીની કહાની જણાવી હતી પાકીસ્તાન થી પરત આવેલા રાજેસ કુમાર અને તેમના.
સાથીદારો સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે અમે દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા આ દરમિયાન પાકિસ્તાનની મરીને અમારી બોટમાં આવીને દોરડાથી અમારા હાથ બાંધી દીધા હતા ત્યારબાદ કેટલાક જવાનો અમારી બોટમાં આવી અને અમને તેમની બોટમાં સાથે લઈ જવા પ્રયત્ન કરવા લાગ્યા આ દરમિયાન.
અમે વિનંતી કરી કે અમે ભારતના દરિયામાં માછીમારી કરતા હતા તો તેમને અમારી તલાસી કરી પરંતુ કશું હાથમાં ના આવવા છતાં પણ તેઓએ અમને કેદી બનાવ્યા ખરેખર આ સમય અમારા માટે ખૂબ જ ખૌફ નાક હતો કારણ કે બીજા દેશમાં અમને લઈ જવામાં આવતા હતા જે દેશની ભાષા રહેણીકણી કાયદા કાનુન અમે.
જાણતા નહોતા થોડીવાર અમને કરાંચી બંદર પર ઉતારવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પાકીસ્તાન ના જવાનો એ કાગળ આપ્યા કોર્ટમાં અમે અપીલ કરી કે અમે ભારતીય સીમા માં માછીમારી કરતા હતા પરંતુ કોર્ટમાં મારી એક પણ વાત સાંભળવામાં ન આવી અને એમને ગાડીમાં બેસાડી અને.
જેલના સળિયા પાછળ ધકેલી દીધા જેલનો અનુભવ તેમને વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસ અમારી સાથે ખૂબ જ ક્રૂર વર્તન કરતી હતી અમને દિવસ દરમિયાન માત્ર પાંચ રોટલી મળતી હતી જેમાં બે સવારે એક બપોરે અને બે સાંજે શાક નાની વાટકીમાં કોક સમયે આપવામાં આવતું હતું કરાંચી ની જેલનો અનુભવ જણાવતાં આંશુ સાથે.
કહ્યું ભારતીય કેદીઓ ને એવડી નાની જેલમાં કેદ કરાય છે કે ઉભા પગે બેસી રહેવાનું પડખું પણ ફરી શકતા નથી આખી રાત માત્ર જાગવાનું પોલીસ અભદ્વ વર્તન અને અપશબ્દો ની વારંવાર ભારતીય ને અપમાનિત કરતા આજે ગુજરાત ના ઘણા એવા પણ માછીમારો છે જેમનો પરિવાર આજે પણ તેમના પરત આવવાની રાહ જુએ છે.
પરંતુ તેમને હજુ પણ જેલમાંથી છોડવામાં આવી રહ્યા નથી પાકિસ્તાનની જેલમાં ગુજરાતી માછીમારો સાથે ખૂબ જ ગેરવર્તુક કરવામાં આવે છે એવા ઘણા બધા માછીમારો છે જે પાકિસ્તાનની જેલમાં મો!તની ભેટી ચૂક્યા છે ઘણીવાર કેટલાક માછીમારોને છોડવામાં આવે છે તો પાકિસ્તાન સાથે ભારતના બગડતા સંબંધોના કારણે પાકિસ્તાન ખૂબ જ કડક વલણ અપનાવી ને.
પાકિસ્તાની નેવી ભારતીય સીમાની પર નજર ટેકવીને ભારતીય માછીમારોને પકડવા બેઠી હોય છે પાકિસ્તાની જેલો માં બંધ ગુજરાતના ઘણા માછીમારો આજે પણ દુઃખ પીડા વેઠીને જેમતેમ કરીને જીવન વિતાવી રહ્યા છે એવા ઘણા પરીવારો સરકારને વિનંતી કરી ને દિલ્હી સુધીના ધક્કા ઓ ખાય છે ઘણા પરીવારજનો ના દિકરાઓ આજે પણ પરત આવી શક્યા નથી.