બોલીવુડમાં સૌથી સંસ્કારી પરિવાર ની વાત આવે ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના પરિવારને ગણવામાં આવે છે તેઓ અત્યારે પણ બિલકુલ સામાન્ય રીતે જીવન જીવે છે તેમના ઘરનું વાતાવરણ આજે પણ એક સામાન્ય પરિવાર જેવું છે ગઈકાલે રાત્રે જ્યારે દેઓલ પરિવારના આ બે દીવા મીડિયા સામે સ્પોટ થયા.
સની દેઓલના મોટા પુત્ર કરણને બધા જાણે છે પણ તેમનો નાનો પુત્ર રાજબીર મીડિયા સામે ઓછા જોવા મળે છે ઘણા વર્ષોથી ઘણા લોકોને એ પણ ખબર નથી કે સની દેઓલને બે પુત્રો છે હકીકતમાં સની દેઓલની આવનાર ફિલ્મ ચૂપનો પ્રીમિયર યોજાયો હતો જેમાં ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા.
આ સ્ટાર વચ્ચે સની દેઓલના બે પુત્રો પણ પહોંચ્યા હતા સની દેઓલે પુત્રને જોતા જ તેમને ગળે લગાવી લીધા હતા આ પછી પણ સની દેઓલના બંને પુત્રો શરમાઈ ગયા હતા કારણ કે એમને કેમેરા સામે આવવું પસંદ નથી એમના પરિવારની પેઢીઓ બોલિવૂડના દિગ્ગજ સ્ટારમાંથી છે.
પરંતુ આ બંને પુત્રો ખુબ શરમાળ છે હકીકતમાં આ દેઓલ પરિવારના બાળકો માતા પિતાની પરવાનગી વગર કોઈ કામ નથી કરતા તમે દેઓલ પરિવારના બાળકોને બીજા સ્ટારકિડની જેમ પાર્ટીમાં ક્યારે જોયા છે કારણ કે દેઓલ પરિવારના બાળકો તમામ બોલિવૂડ સ્ટારથી સ્વભાવમાં અલગ છે.