Cli
hitlar vishe jano

એવું તો શું કારણ હતું કે પાદરી બનવા માગતો એક સાદો માણસ બની ગયો ખૂંખાર હિટલર…

Story

એડોલ્ફ હિટલર નું નામ તો તમે બધા જાણતા જ હશો એડોલ્ફ હિટલર એટલે એક એવો જર્મન નેતા જેના કારણે લાખો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો જેના કારણે સૌથી ભયંકર યુ!દ્ધ થયું હતું હિટલર એક એવો નેતા હતો જેને યાદ કરતા આજે પણ લોકોના મનમાં એક પ્રકારનો ભય પેદા થઈ જાય છે ભયનું બીજુ નામ હિટલર એવું કહીએ તો ખોટું નહિ પડે.

તમે એ વાત તો માનતા જ હશો કે દરેક વ્યક્તિ જન્મથી ખરાબ નથી હોતું એના જીવનમાં કંઇક એવું બને જ જેના લીધે વ્યક્તિ ખરાબ બની જાય એડોલ્ફ હિટલર સાથે પણ કઈક આવું જ બન્યું હતું ૨૦ એપ્રિલ ૧૯૮૯માં જન્મેલો હિટલર પણ જીવનની શરૂઆત તો આધ્યાત્મિક હતો તે પાદરી બનવા માગતો હતો.

પરતું જીવનની શરૂઆતથી જ પૈસા મેળવવા સંઘર્ષ કરી રહેલા હિટલરના માતા કલારા પોલઝી અને પિતા એલોઇસ હિટલરનું નિધન થવાને કારણે એડોલ્ફ હિટલર સાવ નિરાધાર બની ગયા હતા આ સમયમાં તેમને પૈસા કમાવવા માટે પોસ્ટકાર્ડ વેચ્યા અને ચિત્રો પણ બનાવ્યા અને આ જ સમયમાં તેઓ જર્મનીના શહેરમાં આર્મીમાં જોડાવવા ગયા.

તમને જણાવી દઈએ કે હિટલરને જર્મનનું રાષ્ટ્રગીત બાળપણથી જ ગમતું હતું તેઓ ઓસ્ટ્રેલિયામાં પણ જર્મનનું રાષ્ટ્રગીત ગાતા હતા અને આ જ કારણે તેમને જર્મન આર્મીમાં જોડાવાનું પણ નક્કી કર્યું હતું જો કે પહેલા વિશ્વયુદ્ધમાં જ્યારે જર્મનીની હાર થઈ ત્યારે હિટલર દુઃખી થયા હતા અને તે વર્ષ ૧૯૧૯માં જર્મન મજૂરોની પાર્ટીમાં જોડાઈ ગયા જેનું નામ ડીએપી હતું.

તમને જણાવી દઇએ કે આ પાર્ટીના લોકો યહૂદીઓથી નફરત કરતા હતા અને આ જ વાતને ફાયદો ઉઠાવી એડોલ્ફ હિટલર ત્યાંના લોકોમાં લોકપ્રિય થયો હતા સાથે જ હિટલર વિશ્વયુદ્ધ બાદ કથળેલી જર્મનની આર્થિક સ્થિતિને સુધારવાના વાયદા આપી ત્યાંની પ્રજામાં પણ લોકપ્રિય બની ગયો હતા.

જે બાદ હિટલરને નાજી પાર્ટીના ચેરમેન બનાવમાં આવ્યા જો કે હિટલરે પોતાની લોકપ્રિયતા જોતા જર્મનીની સરકારને પાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો જેમાં તે નિષ્ફળ રહ્યા હતા જે બાદ વર્ષ ૧૯૨૪માં હિટલરને જેલ પણ થઈ હતી તેમના પર દેશ!દ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

એડોલ્ફ હિટલરે પોતાના જેલવાસ દરમિયાન મેઈન કેમ્પટ નામનું એક પુસ્તક લખ્યું હતું તમને જણાવી દઈએ કે જેલમાંથી બહાર આવ્યા બાદ હિટલરે ફરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવવા પ્રયાસ કર્યો પરંતુ ફરી પણ તે નિષ્ફળ થયા જો કે હિટલરે હાર ન માની અને વર્ષ ૧૯૩૩માં જર્મનમાં ચાંસલરની ચુંટણી લડીને જીત મેળવી.

જે બાદ હિટલરની અસલ તાનાશાહી શરૂ થઈ ગઈ ત્યારબાદ તો હિટલરે રાષ્ટ્રપતિના મૃત્યુ બાદ જાતે જ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા અને પોતાની સેનાની તાકાત વધારવા પર ધ્યાન આપ્યું કહેવાય છે કે જ્યારે વર્ષ ૧૯૩૯માં બીજુ વિશ્વયુદ્ધ થયું ત્યારે ૩૦ દેશોએ તેમાં ભાગ લીધો હતો.

આ યુધ્ધમાં અનેક લોકોએ જવ ગુમાવ્યો અને અંતમાં તો હિટલરની સેના પણ કમજોર પડી ગઈ હતી અને આ વાત હીટલર બરાબર સમજી ગયો હતો એટલે જ એવું કહેવાય છે કે પોતાની હાર થવાની છે એમ માનીનેજ વર્ષ ૧૯૪૫માં પોતાના લગ્નના બીજા જ દિવસે પોતાની જાતને ગોળી મારી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *