ગઈ કાલે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટવેન્ટી વર્લ્ડ કપની સેમી ફાઇનલનો જંગ જામ્યો હતો તે મેચમાં બહુ રસાકસી જોવા મળી હતી અહીં છેલ્લી 19 મી ઓવર નંખાવાની હતી ત્યાં સુધી મેચની બાજી પાકિસ્તાનના હાથમાં હતી પરંતુ 19મી ઓવરમાંજ મેચની બાજી પલટાઈ ગઈ હતી.
અહીં પાકિસ્તાની ટીમે સારી બેટિંગ કરી હતી ત્યારબાદ બોલિંગ પણ સારી કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ પાકિસ્તાન મેચ હાર્યું હતું અહીં મેચ હાર્યાનો ગુસ્સો પાકિસ્તાની ટીમના ખિલાડી હસન અલી અને એમની પત્ની સામિયા જેઓ ભારતીય છે એમના ઉપર કાઢી રહ્યા છે હસન અલીએ કેચ છોડ્યો હતો જેના કારણે મેચની બાજી પલટાઈ હતી.
ટવેન્ટી વર્લ્ડકપ સેમિફાઇનલમાં પાકિસ્તાન હાર્યા બાદ યુઝર હસન અલીને નિશાન બવાવી રહ્યા છે હસને મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો જેના પછી વેડએ ઉપરા ઉપરી ત્રણ સિક્સરો મારી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી જેના વિશે સોસીયલ મીડિયામાં યુઝરોએ બધી હદો પાર કરી દીધી હતી.
હસન અલી સિયા હોવા ઉપર પણ સવાલ ઉભા કર્યા હતા સાથે હસનની પત્ની સામિયા ભારતીય હોવાથી યુઝરો ગંદી કોમેંટ કરી હતી અહીં હસને કેચ છોડી પાકિસ્તાની યુઝરોએ ભારતીય સામિયાને સોસીયલ મીડિયામાં ટાર્ગેટ કરી હતી અને સામિયા આરઝૂ અને હસન વિશે વિશે ગંદી કમેંટ કરી હતી