પુરી દુનિયામાં 25 ડિસેમ્બરે ક્રિસ્મસને ધામધૂમથી ઉજવ્યો આમ આદમી સાથે સેલિબ્રિટીઓ પણ ક્રિસમસની ઉજવણી કરી એવામાં ભારતની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પણ પોતાના પરિવાર સાથે મેરી ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરી જેની કેટલીક તસ્વીર સામે આવી છે.
હકીકતમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા ક્રિસમસની ઉજવણી કરતાંની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે અહીં તસ્વીર વાઇરલ થવાનું કંઈક અલગ કારણ છે જણાવી દઈએ અહીં તસ્વીર જોઈને સાફ દેખાઈ રહ્યું છેકે હાર્દિક પંડ્યા ફરીથી પિતા બનવા જઈ રહ્યા છે.
અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના પતિ હાર્દિક પંડ્યાની ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરની ચર્ચા થઈ રહી છે કારણ કે તસવીરમાં નતાશાનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે જેના કારણે લોકોને લાગે છેકે નતાશા બીજી વખત ગર્ભવતી છે તેથી જ ચાહકો હાર્દિકને પૂછી રહ્યા છેકે તેઓ ખરેખર બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે.
હજુ સુધી આ મામલે બંને તરફથી આ બાબતે ચોખવટ કરવામાં આવી નથી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાએ 202માં એકબીજા સાથે લગ્ન કર્યા હતાતમને જણાવી દઈએ કે લગ્ન પહેલા બંને એકબીજાના સંબંધમાં આવ્યા હતાં ત્યારબાદ હાર્દિક અને નતાશાએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા.