ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતાનો વારસો ઘણી જગ્યાએ ખોદકમ દરમિયાન બહાર આવતો જોવા મળે છે ઘણા બધા એવા પણ સ્થળો હોય છે જેમાંથી જુના જમાના ના અવશેષો પ્રાપ્ત થતા હોય છે ઘણી જગ્યાએ ભગવાન ની મૂર્તિઓ પણ જમીનમાંથી નીકળતી જોવા મળે છે કોઈ લોકો શ્રદ્ધા રૂપે તેની સ્થાપના કરી મંદિર પણ બનાવે છે.
તાજેતરમાં જુનાગઢ શહેર તળાવ દરવાજા વિસ્તાર ગ્રીન માર્ટ બાજુમાં તળાવના પાછડના ભાગના ગેટ માં ખોદકામ વખતે હનુમાનજીની પ્રતિમા નીકળી આવી હતી આ પ્રતિમાના અશ્વિનભાઈ દવે દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવી હતી આ પ્રતિમા નુ વજન આશરે 100 કિલો સાથે આ પ્રતિમા 4 ફૂટ લાંબી અને અઢી ફૂટ જેટલી પહોળી હતી.
નવાઈની વાત એ છે કે આ પ્રતિમા શનિવારના દિવશે જ કાઢવામાં આવી હતી જેસીબી થી ખોદકામ કરવામાં આવ્યું છે એનાથી ચોંકાવનારો ખુલાસો અશ્ર્વિનભાઈ દવે એ કર્યો હતો મિડીયા સાથેની વાતચીતમાં અશ્ર્વિનભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 90 દિવસથી હું અહીંયા નીકળતો હતો ત્યારે મને ભગવાન અહીં હોવાનો આભાસ થતો હતો.
મારા અંતઃકરણમાં પ્રભુ શ્રીરામ મને સાદ કરતા હોય તેવું મને પ્રતિત થતું હતું અહીં ભગવાન બોલાવતા હોય એવો મને આભાસ થતો હતો મને હનુમાનજી સપના માં દેખાતા હતા અને આ જગ્યા દેખાતી હતી એટલા માટે સ્થાનિક લોકો અને તંત્ર ને સાથે રાખીને આ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું છે શનિવારે જ અંજલીના જાયા પવન પુત્ર.
હનુમાનજી એ સાક્ષાત દર્શન આપ્યાં છે આ સમાચાર વાયુવેગે આખા શહેર માં પ્રસરી જતાં હનુમાનજી ના દર્શન કરવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે લોકો શનિવારે સ્વયંભૂ જમીનમાં થી નિકડેલી આ પ્રતિમા ને હનુમાનજી નો ચમત્કાર જણાવી રહ્યા છે તો ઘણા લોકો આ જગ્યા પર હનુમાનજી નું વિશાળ મંદિર બનાવવાની પણ રજુઆત કરતા સામે આવ્યા છે.