Cli

તહેવારો ટાણે ગ્વાલિયર અને કોલકાતામાં ભયાનક દુર્ઘટના, 32 શ્રદ્ધાળુઓનાં મો!ત

Uncategorized

એક બાજુ દેશભરમાં નવરાત્રી અને દુર્ગા પૂજાની ભારે ધૂમ છે ભક્તો શ્રદ્ધાના રંગમાં રંગાયેલા છે ત્યાં દેશના બે અલગ અલગ રાજ્યોમાં અત્યંત હૃદય દ્રાવક અને કાળજુ કંપાવી દેતા સમાચાર સામે આવ્યા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અને પશ્ચિમ બંગાળના કોલકત્તામાં તહેવારનો માહોલ માતમમાં ફેરવાયો આ બંને મોટી દુર્ઘટનાઓમાં કુલ 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 50 કરતાં વધારે લોકો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. શું છે વિગતો એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ. સૌથી પહેલી ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે જ્યાં શનિવાર રવિવારની મધ્યરાત્રી અંદાજે દોઢ વાગ્યે એક કાળજું કંપાવી દેતો અકસ્માત થયો. ગ્વાલિયરના ઐતિહાસિક શીતળા માતા મંદિર બહાર દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ ઉપર ડાંગર ભરેલો એક બેકાબુ ઓવરલોડ ટ્રક છે એ ફરીવળ્યો. શીતળા માતા મંદિર પાસે ચિનોર રોડ પર ગ્વાલિયરમાં આ ઘટના બની 13 શ્રદ્ધાળુઓ જેમાં મહિલાઓ બાળકો અને વૃદ્ધો શામેલ છે

એમનો જીવ ગયો 29 કરતાં વધારે લોકો પાંચથી સાત દર્દીઓ છે એની હાલત એમાં ગંભીર છે એટલે 29 લોકો છે એની હાલત ગંભીર છે. પ્રત્યક્ષ દર્શીઓના કહેવા પ્રમાણે ચિનોર તરફથી આવી રહેલો બેકાબુ ટ્રક પોલીસ ચેકપોઈન્ટસને બેરીકેડ તોડીને આગળ ઘૂસી ગયો. તીવ્ર ઢાળ પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને ટ્રક રસ્તા પર ચાલી રહેલા ભક્તો અને પૂજા સામગ્રીની દુકાનોને કચડતો આગળ ચાલ્યો. સીધો મંદિરના મુખ્ય ગેટની દીવાલ સાથે અથડાયો ટક્કર એટલી ભીષણ હતી કે દિવાલ તૂટી પડી 40 થી 50 લોકો ટ્રક અને કાટમાળ નીચે દબાઈ ગયા. ગ્વાલિયરના કલેક્ટર રુચિકા ચૌહાણે આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે પ્રતિબંધ હોવા છતાં એ ભારે વાહન આ વિસ્તારમાં પ્રવેશ્યું કેવી રીતે એ સવાલ છે. આ તરફ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાંથી પણ ઓક્ટોબર 17 ની સાંજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી. ઉત્તર કોલકત્તાના ગિરીશ પાર્ક વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ચોર બાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક નાસભાગ થઈ. દર્શન કરવા આવેલા ભક્તોમાં અફરાતફરી મચી અને 19 લોકોના કચડાઈ જવાથી ગુંગડાઈ જવાથી મૃત્યુ થયું શનિવારે સાંજે અંદાજેપોણા વાગ્યે પંડાલની બહાર હજારો લોકોની ભીડ જામી અચાનક ભારે વરસાદ શરૂ થયો વરસાદથી બચવા માટે બહાર

ઉભેલી જનમેદની એકસાથે પંડાલના એન્ટ્રી ગેટ તરફ દોડી પંડાલની અંદર જવા માટે એક સાંકડો ગોળાકાર 360ડિગ્રી ઊંચો રસ્તો બનાવાયો છે જે અતિશય દબાણને કારણે તૂટી ગયો અને લોકો લોકો એકબીજા પર પડવા લાગ્યા ક્રાઉડ મેનેજમેન્ટમાં બેદરકારી બદલ પોલીસે આયોજકો સહિત 12 લોકોની અટકાયત કરી છે. કોલકત્તાની આ ઘટના પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લીધી. હાઈકોર્ટના સીટિંગ જજની આગેવાનીમાં ન્યાયિક તપાસના આદેશ આપ્યા રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 25 લાખનું અને વળતર અને એક સરકારી નોકરી અને ઘાયલોને 5 લાખ આપવાની જાહેરાત કરી. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ બંને ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીએમ રેલી ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ અને ઘાયલોને 50હજ ની સહાય કરવાની વાત કરી છે. આ બંને ઘટનાઓ આપણને વિચારવા પર મજબૂર કરે છે જ્યારે જ્યારે પણ ધાર્મિક આયોજનો થાય ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કેટલું જરૂરી છે. વહીવટી પ્રશાસનની એક નાની ભૂલ કે આયોજકોની બેદરકારી સેંકડો પરિવારોના ચિરાગ ઓલવી નાખે છે. ધાર્મિક આયોજનોમાં થતી આ પ્રકારની દુર્ઘટનાઓ એ માત્ર અકસ્માત નથી પણ આપણી આયોજન વ્યવસ્થા વહીવટી તંત્ર અને નાગરિક તરીકે

આપણી શિસ્ત સામે બહુ જ મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરે છે. કોઈપણ પંડાલ કે મંદિરમાં એક સમયે કેટલા લોકો પ્રવેશી શકે એની એક નિશ્ચિત ક્ષમતા હોય કેરિંગ કેપેસિટી હોય કોલકત્તાની ઘટનામાં જોવા મળ્યું એમ સાંકડા ગોળાકાર માર્ગો પર અચાનક ભીડ વધવાથી અકસ્માત થયો. પંડાલ કે ધાર્મિક સ્થળો પર અંદર જવાના અને બહાર નીકળવાના રસ્તાઓ એકદમ અલગ અને પહોળા અને કોઈપણ અવરોધ વગરના હોવા જોઈએ આ સિવાય વરસાદ આગ કે કોઈ પણ અફવાહ ફેલાય ત્યારે ભીડને તાત્કાલિક બહાર કાઢવા માટે વૈકલ્પિક ઇમર્જન્સી એક્ઝિટ હોવા પણ બહુ જ જરૂરી છે જેનો મોટા ભાગના આયોજનોમાં અભાવ હોય છે. ગ્વાલિયરની દુર્ઘટના એ સ્પષ્ટ કરે છે કે માત્ર કાગળ પર નિયમો બનાવવાથી સુરક્ષા નથી થતી.

જો નવરાત્રી જેવા મોટા તહેવારમાં એ રસ્તા પર ભારે વાહનો માટે નો એન્ટ્રી હતી અને ઓવરલોડ ટ્રક છે એ પોલીસ ચેકપોઈન્ટ સુધી તો પહોંચી કેવી રીતે આ સુરક્ષા વ્યવસ્થામાં બહુ જ મોટી ક્ષતિ દર્શાવે છે. વીઆઈપી કે સંવેદનશીલ ઝોનમાં પોલીસના બેરીકેડ્સ એટલા મજબૂત હોવા જોઈએ કે કોઈપણ બેકાબુ વાહન એને તોડીને સીધું ભીડમાં ન ઘૂસી શકે. ધાર્મિક સ્થળોની બહાર વોકિંગ ઝોનનું અંતર વધારવું જરૂરી છે શ્રદ્ધા અને ઉત્સાહ જીવનનો હિસ્સો છે પણ સુરક્ષા એ જ પ્રથમ ભક્તિ હોવી જોઈએ જ્યાં સુધી આયોજકો કડક ક્રાઉડ ઓડિટ નહીં કરે અને વહીવટી તંત્ર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય પગલા નહીં ભરે ત્યાં સુધી તહેવારોના પવિત્ર દિવસો આવા મહતમના સમાચારોમાં ફેરવાતા રહેશે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *