નમસ્કાર રામ રામ મિત્રો આપણે આવી ચૂક્યા છીએ ગુજ્જુભાઈના ઘરે અહીંયા એક ભાઈ ઘર બનાવી રહ્યા છે અને આજે આપણે આવ્યા છીએ એમના જોડે મુલાકાત કરવા માટે પરંતુ મિત્રો જ્યારે આપણે અહીયા મુલાકાત કરવા માટે આવ્યા ત્યારે ઘરનું કામકાજ ચાલુ હતું એટલે ઘરનું કામકાજ ચાલુ હતું એવું જેવા આવ્યા ખજૂરભાઈએ કીધું કે ભલે આવ્યા દિલુભાઈ ભલે આવ્યા એમ ક દોડીયા પકડાવી દીધા સિમેન્ટો ઉપડાઈ એટલે કામ કર્યું છે ભઈ તમે થોડું કહી દેજો ન કે પછી લોકો એમ કહે છે કે તમે કામ નથી કરતા ઇન્ટરવ્યુ અમે કામ કર્યું છે અને કામ કર્યા પછી હવે આપણે આ થોડો બ્રેકનો ટાઈમ છે એટલે સમય ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે બીજા લોકો અહીયા કામ કરી રહ્યા છે આપણી સાથે ખજૂરભાઈ જોડાયા છે એમના જોડે આપણે વાતચીત કરીને જાણવાની કોશિશ કરીશું કે જે ગુજ્જુભાઈનું ઘર બની રહ્યું છે એવું કેવું બની રહે છે કેટલી રૂમો હશે રસોડું કેવું છે કેવું ઘરનું એલોવિશન હશે બધું જ આપણે જાણવાની એમના જોડે કોશિશ કરીશું પહેલા તો ભાઈ ખજૂરભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ ગુજ્જુભાઈ માટે જે આ પ્રેરણાદાયક કામ લીધું અને આ કામ ઉપાડ્યું એના બદલ અને ચેનલના માધ્યમથી પણ હું આપને અભિનંદન આપું છું અને હું પણ અભિનંદન આપું છું કે આપે જે આ સેવાકીય પ્રવૃત્તિ ઉપાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર દિલુભાઈ ખૂબ ખૂબ આભાર હવે આપણે લોકોને એવું હતું કે ઘર બનાવે છે તો કેવું ઘર બનતું હશે શું બનતું હશે ઘણા બધા લોકોને એવા પ્રશ્નો હતા તો જરા ઘર વિશે થોડી માહિતી આપશો દિલુભાઈ ગુજ્જુના ઘરમાં રહેનારા ટોટલ પાંચ સભ્યો છે બે બાળકો છે એમની પત્ની છે અને ગુજ્જુનો નાનો ભાઈ છે અને એમના મા બાપ છે અને એમની પત્ની છે એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે ત્રણ રૂમ રાખીએ તો એકમાં એમના ના માં બાપ રહી એકમાં એમનો ભાઈ રહી
અને એકમાં એમના જે બે બાળકો છે ને એમના મધર રહી એટલે આમ અહીયા આ ત્રણ રૂમો રાખી છે આ એક રૂમ અહિયા છે એક રૂમ અહીયા છે એક રૂમ અહીયા છે અને એની એક્ઝેટ ઓપોઝિટમાં સીધો સડંગ હોલ છે અને એક [ગળું સાફ કરે છે] રસોડું છે ખૂણામાં એટલે ગણતરી એવી છે કે ભાઈ સરસ ઘર આપણે બનાવીએ અનેચાર ફૂટ આપણે ઊંચું લઈશું ઊંચું લેવાનું કારણ એટલા માટે છે કે ભાઈ આપણે જોઈએ છીએ કે આ ખારો વિસ્તાર છે 5 ફૂટે આ મારા જીવનનું પહેલું એવું ઘર છે કે જેમાં 5 ફૂટેપ પાણી આવી ગયું એટલે અમને વિચાર એવો આવ્યો કે ભાઈ 5 ફૂટે પાણી આવી ગયું તો આપણે નીચેનું જે મેન ફાઉન્ડેશન છે એ મજબૂત હોવું છે એટલે મજબૂતાઈ માટે અમે એવું કર્યું છે કે આ જગ્યા તમે જોશો તો અમે પહેલા પ્રોપર અહિયા રાજસ્થાનથી બે ટ્રક ભરીને પ્રોપર પથ્થર મંગાવ્યા અમારે જરૂર હતીપાંચ ટનની પણ અમે 72 ટન મંગાવ્યા છે 72 ટન મંગાવવાનું કારણ એટલા માટે છે કે અમે પહેલા નીચે બધે પથ્થર નાખી દીધા પછી આ અમે ફૂટિંગનું કામ કર્યું જો આ તમને દેખાશે આ ફૂટિંગ દેખાય છે આ ફૂટિંગ છે આ નીચે આની નીચે પત્ પત્થર હતા પથ્થરની ઉપર અમે આ ફૂટિંગ કર્યું અને ફૂટિંગની ઉપરથી હવે અમે કોલમનું કામ કરશું જેવું કોલમનું કામ થશે એટલે અમે જેટલા પાંચ ટન માંથી વધેલા 72 ટન માંથી પાંચ ટન જાય એ બધા નાખી દીધા બાકીના જે વધેલા પથ્થર છે પાછા અમે ઉપર ફિલઅપ કરશું એટલે પકડ મજબૂત થઈ જાય
એની ઉપર અમે ધૂળ નાખશું અનેચાર ફૂટ ઉપર લેશું પાછું અહીંયાં સુધી અમે ઊંચું લેશું જેથી કરીને જમીનથી આ જે તમે ઘર જોવ છો થોડા નીચા છે પણ અમે ઉપર રાખશું કે ભવિષ્યમાં કદાચ પાણી આવે આવે તો ઘરમાં ના ભરાય તો કોઈ પણ જાતની તકલીફ ન રહી અને હું હંમેશા એ વસ્તુમાં વધારે ત્યારે બિલીવ કરું છું કે કોઈ પણ કામ કરો તો એને ભવિષ્યને ફ્યુચરને ધ્યાનમાં રાખીને કામ કરો કદાચ ભવિષ્યમાં પાણી આવે તો આપણેચાર ફૂટની ગણતરી રાખી છીએ કે ઉપરથી લેશું. એવું છે એમને અને કેટલો સમય આમ આ અંદાજીત આમ બનતા કેટલો સમય લાગી જશે ટોટલ મને જ્યાં સુધી લાગે છે આ કામમાં જ અમને ટોટલ છ દિવસ લાગ્યા કેમ કે સતત પાણી નીકળે છે પણ આ તમે જો પાણી ટોટલ બંધ થઈ ગયું છે આ જગ્યા પર એટલે ફૂલ મજબૂતાઈથી કામ કરીએ છીએ પ્રોપર એન્જિનિયર છે પ્રોપર બિલ્ડરો છે એને પૂછી પૂછીને કામ કરીએ છીએ આપણે તો પોતાનું નોલેજ છે પણ બધાને ટીમવર્કમાં પૂછીને કામ કરીએ તો આનું ફાઉન્ડેશન મજબૂત થાય બીજું કે સારું ઘર બનાવી રહ્યા છે અને હું પોતે મારા ખર્ચે બનાવી રહ્યો છું આ તમામ લોકોને જેમ જેટલા લોકો આવે છે બધાને કહું છું કે યોગદાનની જરૂર નથી શ્રમદાનની જરૂર છે. શ્રમદાન પણ એટલા માટે હું કહું કે ભાઈ લોકોને હું કદાચ અહિયાં બનાવીશ વિડીયો એટલે બધા આવશે પણ હું બધાને એટલા માટે ઇન્સ્પાયર કરું છું કે આપડી જે પેઢી છે આવનારી જે પેઢી છે ને ખાસ આ જે નાના નાના બાળકો છે જે એના પપ્પાને કહે છે પપ્પા મને ખજૂરભાઈ ઘર બનાવે છે ત્યાં લઈ જાવ મારે કામ કરવું છે તો આ જે નાના બાળકો છે આવનારી પેઢી છે એ કંઈક આવું દયાની ભાવના શીખે ને મારો મેન મોટિવ મારો મેઈન ગોલ આ છે અચ્છા એટલે ના સરસ બની રહ્યું છે ઘણા બધા લોકો શ્રમ દાન કરવા માટે પણ આવી રહ્યા છે પરંતુ અમુક જેવી ધારો કે વસ્તુઓ છે અમુક એવું કામકાજ હોતું હશે કે જેના માટે તમારે અમુક ટેકનિશિયન માણસોની પણ જરૂર પડતી હશે ને મેં જો 390 ઘર બનાવ્યો એટલે મારી આખી ટીમ જ છે ટીમ સાથે જ આવીએ સારું કામ કરીએ અને મેન પહેલેથી અનુભવ થઈ જાય તમે જો પહેલા ઘરથી શરૂઆત કરો ને એટલે પહેલા ઘરમાં જે ભૂલ થાય ને એ બીજા ઘરમાં નો થાય બીજા ઘરમાં જે ભૂલ થાય ત્રીજા ઘરમાં ન થાય તો એમ શીખતા શીખતા ઘણો અનુભવ થઈ ગયો હવે આ મારો પહેલો અનુભવ છે
પણ આમાં પણ અમે જો કેટલી સરસ સફળતા હાસલ કરી છે અને સારું કામ કરવાનું કોઈપણ કામ કરો કોઈ માણસ કહીને નો જાવ જોઈ કે આને આવું આવું કામ કેમ કર્યું મારી પોતાની એવી ભાવના છે તમે વિચાર કરો કે હું જ્યારે આ જગ્યા પર મે ઘર બનાવવાની શરૂઆત કરી મારા મનમાં વિચાર આવ્યો મને બિલકુલ આઈડિયા નતો કે આયા એટલી બધી ગરમી પડે છે પણ ભગવાને એવું સુજાડ્યું તો હું અડધો ટ્રક ભરીને નારિયળ લઈને આવ્યો હવે નારિયળ પીધા પછી ખબર પડી કે અહિયાં ગરમી પડે છે તો નારિયળ અને આ ગરમીનો સંગમ કેટલો સરસ થઈ ગયો તો બધા કામ કરતા જાય છે અને જેવો બ્રેક પડે છે તો ચા ઓછી પીવે છે પાણી ઓછું પીવે છે નારિયળ પાણી વધારે પીવે છે તો એમાં જ પાછો મને એવો વિચાર આવ્યો કે ભાઈ બનાસકાંઠા જે ખારી જગ્યા છે તો ખારી જગ્યામાં નારિયળી કેમ નથી ઉગતી? આપણે નારિયળી ઉગાડવી જોઈએ બાવળિયા એટલા બધા છે તો આપણે લોકોને એવું કહેવું જોઈએ યંગ જનરેશનને એવું કહેવું છે કે ભાઈ તમારો બર્થડે છે તો કેક કાપવા કરતા બેટર છે એક નારિયેળી રોપો કારણ કે નારિયેળીને માફક કોઈ વસ્તુ આવતી હોય તો એ ખારો પ્રદેશ છે કે ખારી મીઠું વધારે એને માફક આવે છે તો જેટલી બનાસની ધરતીના લોકો છેવાડાના લોકો જેટલા લોકો છે નારિયળી વાવશે તો એમાં જે નારિયળનું ઉત્પાદન થાય છે તો એમાં એના ઘરની આવક વધે તમે જુઓ ગોવા છે કે જેટલા બી કેન્દ્રશાસિત પ્રદેશો છે એની મેન આવક છે નારયળીમાંથી કેટલા બધા કમાય છે તો આ જનરેશનના લોકોને પણ એ જ વિનંતી કરું છું કે બને એટલી તમારા વિસ્તારની અંદર નારયળી રોપો અને લીમડા રોપો લીમડા જો લીમડાની પાછી તમને વાત કરું હું દુબઈ ગયો તો દુબઈના શેખ લોકો છે કે દુબઈની જે ગવર્મેન્ટ છે એ અહીંયાથી મોટા મોટા લીમડા ઉખાડી પ્લેનમાં નાખી અને દુબઈમાં રોપે છે કેમ કે દુબઈમાં 60 60 70 70 ડિગ્રી ગરમી પડે ને તો એ લીમડાને કાઈ નથી થાતું તો લીમડાની વેલ્યુ જો દુબઈ વાળા હમજતા હોય તો ગુજરાતના લોકો લીમડાની વેલ્યુ કેમ નથી સમજતા તો આ બે ઝાડ છે લીમડો અને નારળી બને એટલી રોપો એટલે આપણે આપણા પર્યાવરણનું જતન થશે આ દિવસેને દિવસે ગરમી વધે છે ગાયો એટલી બધી મરે છે તો આપણે ઝાડની વેલ્યુ સમજીએ અને ખાસ તો લીમડો અને નારયળી રોપો મિત્રો ખૂબ જ અતિશય ગરમી પડી રહી છે ખૂબ સરસ વાત કરી છે અમને પર્યાવરણ વિશે કે વૃક્ષોવાઓ કારણ કે અત્યારે અમે અહીયા ઊભા છીએ વાતચીત કરી રહ્યા તો એટલી બધી ગરમી લાગી રહી છે અને આવી ગરમીની અંદર આ લોકો કામકાજ કરી રહ્યા મારે ખાલી થોડોક સવાલ એ હતો કે જે રૂમો બનશે રસોડું બનશે કેવું બનશે અમે એનું એલિવેશન કેવું હશે જરા થોડી થોડી એના વિશે માહિતી થઈ જાય તો જો એલીવેશન એવું છે કે તમે જેવા અહીયા આવશો ને આ એક્ઝેટ જે છે ને રસોડાનો ભાગ છે આ રસોડાનો ભાગ છે તો અહીંયા રસોડો બનશે હું તમને જે બનશે એ પણ હું તમને ફોટો પણ મોકલી આપીશ નકશો પણ મોકલી આપીશ અને આ જે સડંગ તમે જે પટ્ટો જોઈ રહ્યા છો એ આખો હોલ છે અછા આ આખો હોલ છે જેમાં પરિવાર બેસી શકશે આરામથી શાંતિથી અને આ તમે લાઈનમાં જેટલા જે રૂમ જોવ છો એ બધા વન બાય વન રૂમ છે હ આ બધા રૂમોની અંદર એક ગુજુના નાના ભાઈનું છે એના બે નાના બાળકોનું નું છે એમના મમ્મી પપ્પાનું છે અને આ એક મોટો હોલ છે અને જે ઘરનું મેન એલિવેશન છે એ બહારથી રાખેલું છે અને બે અમે ટોટલ બે ડિઝાઇન હતી એ બે ડિઝાઇનમાંથી બે બંને બાળકોને ગુજ્જુના છોકરાને પણ પૂછ્યું કે ભાઈ તારે કયું આ બે ઘરમાંથી તને કયું ગમે છે એનો ફોટો પણ મોકલું તમને તો એને જે પસંદ કર્યું એ સેમ ગુજ્જરના નાના ભાઈને પૂછ્યું કે ભાઈ તને કયું ગમે છે તો એણે પણ એ જ પસંદ કર્યું એટલે બેય પરિવારની સંમતિ જો આપણે તમારે મારે ઘરમાં નથી રહું નથી એટલે હું હંમેશા જેટલા ઘર બનાવું છું પરિવારની સંમતિ લઉ છું કે ભાઈ તમારે રસ રસોડું ક્યાં બનાવવું છે તમારે ઘર ક્યાં બનાવવું છે ઘરનું તમારું મોઢું કઈ બાજુ હોવું જોઈએ એ વધારે મહત્વનું છે પછી ઘર બનાવ્યા પછી માણસ એમ કે કે યાર હાળા મોઢું આ બાજુ હોત ને દરવાજો આ બાજુ હોત ને રસોડું આમ હોત ને ટોયલેટ આમ હોત તો વધારે સારું હોત એની કરતા બેટર છે જેમને રહેવું છે એમને પૂછવાનું બહેતર સમજ્યું મે એટલે ખૂબ સરસ મજાનું કામ કાજ થઈ રહ્યું છે અત્યારે આપણે અહીંયા જેમને વાતચીત કરી કે આખું કેવી રીતે રસોડું બનશે કેવી રીતે રૂમ બનશે બરોબર બધી જ વાતચીત ખજૂર ભઈએ કરી તમે ભઈએ અહીંયા આવ્યા સુઈગામ અને સુઈગામના અહીયા લોકોની વચ્ચે રહ્યા તો કેવું તમને આ બનાસકાંઠાની ધરતી સુઈગામની વાવથરાજની ધરતી લોકોનો પ્રેમ કેવો લાગ્યો અહીયા લોકો સપોર્ટીવ છે કે [ગળું સાફ કરે છે] કેવી રીતે કેવું લાગે અદ્ભુત અદભુત બનાસકાંઠા હોય દિયોદર હોય દિશા હોય પાલનપુર હોય કડી હોય આ જાજાથી લોકો આવી રહ્યા છે જો ઉત્તર ગુજરાત હંમેશા મારા માટે પ્રિય રહ્યો છે અને ખાસ બનાસની આપણે વાત કરીએ તો અહીયાના લોકો એટલા માયાળું છે મને અહીયા આવીને ખબર પડી કે ભાઈ અહીયાના જે ખેડૂતો છે
એ બપોરે 12 વાગ્યે ચા પીને ખેતરે જાય તમે વિચાર કરો આટલી ગરમીની ની અંદર જો ખેડૂતો 12:00 વાગે ચા પીને ખેતરમાં મહેનત કરવા જાતા હોય તો વિચાર કરો કે આના ખેડૂતો કેટલા મજબૂત હશે. તો બસ આ ખેડૂતોને પણ આવનારા સમયમાં સપોર્ટ કરવાની ઈચ્છા છે આપણાથી જે કાઈ રીતે મદદ થતી હોય ખેડૂતોને તો આપણે એ પણ કરવાની ઈચ્છા છે અને ખાસ મહત્વની વાત એ છે કે જેટલા યંગ જનરેશન છે યંગ જનરેશનને એ જ કહું કે તમે વિડિયોઝ બનાવો ક્રિએશન ફિલ્ડમાં આવો તમે બીજા જે પણ કામ કરો નીતિથી કરો ઈમાનદારીથી કરો અને સમાજને મદદરૂપ થાય એવા કાર્યો પહેલા કરો આપણી સાથે જોડાઈ ખજૂરભાઈ અને એમને આપણા ગુજ્જુભાઈનું ઘર કેવી રીતે બનવાનું છે એના વિશેની ખૂબ જ ઉમદાપૂર્વક અને સરસ મજાની વાતચીત અને ખૂબ સારી રીતે સમજાવ્યું કે ભલે તમે ક્રિએશન કરતા હો ગમે કરતાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરો જેમ કે એ ક્રિએશન કરે છે બધું કરે પણ તેમ છતાં પણ સેવાકીય કાર્ય હોય અને ખૂબ કાર્ય જે થઈ શકતું હોય તો એ ખૂબ સારી રીતે એવો કરે છે એટલે ભાઈ આવા કેટલા ઘર તમે બનાવ્યા અને અહીંયા શ્રમદાન કરવા જે લોકો આવે છે કેટલા દૂર દૂરથી આવે છે મેં અત્યાર સુધીમાં 390 ઘર બનાવ્યા છે આ 391 મું મારું ઘર છે અને ઘણા લોકો દૂર દૂરથી કામ કરવા આવી રહ્યા છે તમે જો સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય મોરબી હોય સુરત હોય બરોડા હોય કડી હોય મહેસાણા હોય ઈવન વલસાડથી લોકો આવે છે ચીકલીથી લોકો આવે છે તો નવસારીથી લોકો આવે છે તો એટલી બધી જગ્યાએથી લોકો કામ કરવા આવી રહ્યા છે ઘણા ક્રિએટરો આવે છે સામાન્ય વ્યક્તિઓ આવે છે સારા ઘરના લોકો આવે છે મધ્યમ વર્ગના લોકો આવે છે એટલે બધા વર્ગના લોકો આવે છે પણ તમે જેવું કીધું કે ભાઈ જે ક્રિએટરો આવે છે
વિડીયો બનાવો સેવાના કાર્યો કરો પણ હું ફરી પાછો તમને કહીશ કે એવા તમામ ક્રિએટરોને ખાસ કહું કે જે પોતે કમાઈ ન શકતા હોય એને સેવા કરવાની જરૂર નથી એને પહેલા કમાઈને પોતાના પગ પર ઊભા થવાની જરૂર છે પછી હવે આપણા ઘરમાં જ રૂપિયો ન હોય ને આપણે ગામની સેવા કરવા જઈએ એવુંય નથી કેતું ક્રિએટરોને પહેલા ક્રિએટરોને એવું કહો કે તમે તમારા પગ પર મજબૂત થાવ સક્ષમ થાવ પછી તમારી પાસે તમારા પરિવાર માટે તમારા માં બહેન દીકરીઓ માટે કે તમારા માં બાપ માટે કઈ કરી શકો ને પછી તમે કેપેબલ થાવ પછી ગામની સેવા કરો હા ન કરી શકો નથી કરી શકતા તો લોકોને ચિંધો કે ભાઈ આ સારું કામ કરી રહ્યા છે તો આમને સપોર્ટ કરો ખૂબ સરસ વાત કરી આપણે ખજૂરભાઈ સાથે જોડાયેલા હતા એ સેવાકીય કાર્ય ખૂબ સમયથી કરતા હોય છે ખૂબ સમયથી એમને જોતો હતો આજે એમના જોડે મુલાકાત થઈ હું પણ એકદમ ખુશ થયો છું આજે એમને આવા કાર્ય જોઈને એમના કાર્યને ગુજરાતની અંદર ઘણા બધા લોકો ફોલો કરતા હોય છે અને ઘણા બધા લોકોની [હાંફે છે] સેવા પણ એ લોકો એ એમના દ્વારા કરતા હોય છે એમના કામ કરતા હોય આજે આપણે એમને મળ્યા ગુજ્જુભાઈનું ઘર એ ખૂબ જ જલ્દી મળી જાય અને ગુજ્જુભાઈનો પરિવાર એ ઘરની અંદર રહેવા જતો રહે એવી આશા સાથે નમસ્કાર રામ રામ રામ રામ જય માતાજી