ભારત ભર માં જ્યારે વેફર ની વાત આવે એટલે લોકોના મોઢા પર એક જ નામ આવે બાલાજી લોકોનો વિશ્ર્વાસ બાલાજી કંપની સાથે સંકળાયેલો છે આજે રાજકોટ ની બાલાજી કંપની વિદેશી પેપ્સિકો જેવી કંપનીઓને પાછડ રાખે છે બાલાજી વેફર નો વેપાર ભારતમાં નહીં દુનીયાભરમા છવાયેલો છે બાલાજી.
કંપનીના માલિક ચંદુભાઈ વિરાણી કરોડોનું ટન ઓવર ધરાવતા હોવા છતાં પણ આજે પણ તેઓ સાદાઈ ભર્યું જીવન વ્યતિત કરે છે પોતાના જુના મિત્રો સ્નેહીજનો ના લગ્ન પ્રસંગો માં આવીને જાતે વેફર તળી ને ખવડાવે પણ છે તેઓ કરોડાની પ્રોપર્ટી નો સહેજ પણ અંહકાર ધરાવતા નથી એક સમયે ચંદુભાઈ વિરાણી.
રાજકોટ એસ્ટ્રોન ટોકીઝની કેન્ટીન માં જોડાયા હતા 1974 થી 1982 સુધી બહારથી વેફર લાવીને વેચતા હતા સાલ 1882 માં તેમને ઘેર વેફર બનાવવાની શરુઆત કરી શરુઆત માં છુટક વેફર નું વેચાણ થતું નહોતું બહુ ઓછાં લોકો ખરીદી કરતા ધીમે ધીમે દુકાનોમાં વેચાણ થવા લાગ્યું શહેરમાં વેચાણ વધ્યું.
સાલ 1889 માં ચંદુભાઈ વિરાણી એ આજી જીઆઈડીસી માં જગ્યા રાખીને બેકં માંથી લોન ઉપાડી વેપાર શરુ કર્યો તેમના ભાઈ કનુભાઈ ને ટેકનીકલ એજયુકેશન હોવાથી તેમને ઓટોમેટિક પ્લાન બનાવી રજીસ્ટ્રેશન કરાવ્યું અને ટેકનોલોજી વિકસાવી ધીમે ધીમે પોતાનો વેપાર વધારવા લાગ્યા આજે બાલાજી વેફર કંપની માં.
તેમની સાથે પાચં હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે કંપની ના સ્ટાફ માં 70% જેટલી મહીલાઓ છે પોતાના કર્મચારીઓને ને પોતાના પરીવારની જેમ ચંદુભાઈ વિરાણી રાખે છે તેમનું મહેનતાણું પુરેપુરું સમય સર ચુકવી સારા ખરાબ સમયમાં પણ સદાય સાથે રહે છે આજે બાલાજી કંપની નું.
વાર્ષિક ટર્નઓવર 1800 કરોડ થી પણ વધારે છે તેઓની વેફરની ડીમાન્ડ દેશ વિદેશમાં છે અમેરીકન પેપ્સિકો કંપની ના સીઓ ઈન્દ્રા નુઈ ભારત બરાક ઓબામા સાથે આવેલા હતા ચંદુભાઈ વિરાણી ને મળવા બોલાવ્યા પેપ્સિકો એ વેફર ખરીદવાની ડીમાન્ડ કરી પરંતુ ચંદુભાઇએ ઓફર ઠુકરાવી અને મળવા ના ગયા ચંદુભાઈ વિરાણી.
પોતાના બંને ભાઈ કાનજી ભાઈ વિરાણી અને ભિખાભાઈ વિરાણી ને સાથે રાખીને બાલાજી કંપની ચલાવે છે ત્રણે ભાઈઓની સંપતી એક સમાન છે તેઓ હંમેશા પોતાના પરીવારને મહત્વ આપે છે આજે પણ પોતાના બધાજ મિત્રો ની સાથે કોઈપણ લગ્ન પ્રસંગે જોવા મળે છે તેઓ માને છે કે પૈસા આવવાથી માણસનો સ્વભાવ ના બદલશો જોઈએ.