તમે જોયું હશે કે ઘણીવાર વ્યક્તિના જીવનમાં એક બાદ એક મુસીબતો આવતી રહેતી હોય છે. વ્યક્તિ એક મુસીબત થી બહાર નીકળે તે પહેલા જ તેને બીજી મુસીબત ઘેરી વળતી હોય છે. પરંતુ હાલમાં આ પરિસ્થતિ કોઈ વ્યક્તિના જીવનમાં નહિ પરંતુ આપણા દેશમાં ઊભી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.ભારત સરકાર જ્યા એક તરફ દેશના યુવાઓને પગભર બનાવવા, દેશમાં આધુનિકતા લાવવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશ પર એક બાદ એક કુદરતી આફતો આવી રહી છે.
થોડા સમય પહેલા જ મહામારી એ દેશમાંથી વિદાય લીધી છે. એવામાં હાલમાં દેશના અનેક શહેરોમાં ક્યારેક ભયંકર વરસાદ તો ક્યારેક વાવાઝોડાની ખબરો સામે આવી રહી છે હાલમાં પણ એક આવી જ ખબર તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યો માટે સામે આવી છે. મળતી માહિતી અનુસાર હાલમાં બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડું ઉદભવ્યું હોવાનું સામે આવ્યું છે. આ વાવાઝોડાનું નામ મિચૌંગ હોવાનું કહેવાય રહ્યું છે.
વાત કરીએ વાવાઝોડા ની અસર અંગે તો આ વાવાઝોડું તમિલનાડુ , આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પર ત્રાટકવાની શક્યતા છે. જો કે હાલમાં વાવાઝોડું ત્રાટકયા પહેલા જ અમુક રાજ્યોમાં તબાહી જોવા મળી રહી છે. કેટલીક જગ્યાઓ પર નના ઘરોમાં પાણી ભરાયાં છે, સાથે જ વાહનો, કાર વગેરે પાણીમાં ડૂબ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જણાવી દઈએ કે મીચૌંગ વાવાઝોડાથી મછલીપટ્ટમ અને નૈલ્લોર વચ્ચે આવેલ બાપ્ટલા નામની જગ્યા પર ભૂસ્ખલન થવાની શક્યતા છે. સાથે જ આ વાવાઝોડું આજે ૧૨ વાગે ત્રાટકવાની શક્યતા છે ત્યારે આ જગ્યા પર હાલમાં ૯૦ થી ૧૦૦કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે તેમજ કાલ રાતથી જ ત્યાં વરસાદ પણ વરસી રહ્યો છે.
આ વાવાઝોડાને પગલે હાલમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ ૧૪૪લગાવી દેવામાં આવી છે. તેમજ આંધ્રપ્રદેશમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. સાથે જ સરકાર દ્વારા આ વાવાઝોડાના નુકસાનથી બચવા માટે એનડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઘણી જગ્યાઓ પર વીજળી પણ બંધ કરવામાં આવી છે.
વાત કરીએ વાવાઝોડાના નામ અંગે તો આ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે.પાછલા દિવસોમાં ચેન્નઈમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી.ચેન્નાઇ થી કેટલાક ફોટા સામે આવ્યા હતા જેમાં ઠેર ઠેર પાણી ભરાયેલા હોવાનું જોવા મળી રહ્યું હતું.